Viral Video : નાના ટ્રેક પર ખતરનાક રીતે સાઇકલ ચલાવી રહ્યો હતો આ વ્યક્તિ, પછી જે થયુ એ જોઈ તમે પણ હસીને લોટપોટ થઈ જશો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ ખૂબ જ ખતરનાક રીતે નાના ટ્રેક પર સાઈકલ ચલાવી રહ્યો છે. પરંતુ બાદમાં સાઇકલ સવાર સાથે એવી ઘટના બને છે, જે જોઈને લોકો ખુબ હસી રહ્યા છે.

Viral Video : નાના ટ્રેક પર ખતરનાક રીતે સાઇકલ ચલાવી રહ્યો હતો આ વ્યક્તિ, પછી જે થયુ એ જોઈ તમે પણ હસીને લોટપોટ થઈ જશો
Funny Video
| Edited By: | Updated on: Aug 18, 2021 | 2:39 PM

Viral Video : વિશ્વમાં એકથી એક કુશળ વ્યક્તિ છે, પરંતુ કેટલાક લોકો અલગ કામ કરવાના ચક્કરમાં પોતાની મુશ્કેલી વધારે છે. કેટલાક લોકો એટલા જુનૂની હોય છે કે તેઓ તેમના જીવનની પણ પરવા કરતા નથી. જ્યારે કેટલાક લોકો આશ્ચર્યજનક પરાક્રમો (Stunt) બતાવીને ચર્ચામાં રહેવા માંગે છે અને તેમની આ ઇચ્છા જ તેમના માટે સમસ્યા બની જાય છે અને બાદમાં તેમની મજાક ઉડાવવામાં આવે છે.

તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral) થઈ રહ્યો છે, જેમાં એક યુવક નાના ટ્રેક પર ખતરનાક રીતે સાઇકલ ચલાવી રહ્યો હતો. પરંતુ થોડા સમય પછી જે થયું તે જોઈને લોકો ખૂબ હસી રહ્યા છે.

યુવક ખતરનાક રીતે સ્ટંટ કરીને સાઈકલ ચલાવે છે

તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ખુબ ચર્ચામાં છે, વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ ખૂબ જ નાના ટ્રેક પર ખતરનાક સ્ટંટ કરીને સાઈકલ ચલાવે છે. આ નાના ટ્રેક પર સાઈકલ(Bicycle) ચલાવતી વખતે વ્યક્તિ ઘણી વખત ઠોકર ખાય છે પરંતુ તે કોઈને કોઈ રીતે પોતાની જાતને સંભાળે છે.

પરંતુ અંતે તેનું સંતુલન ખોરવાઈ જાય છે અને તે નીચે પડી જાય છે. હવે આ વીડિયો (Video)જોયા પછી કેટલાક લોકો હસી રહ્યા છે અને કેટલાકને દયા આવી રહી છે. આ સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખુબ શેર કરવામાં આવી રહ્યો છે.

જુઓ આ વીડિયો

આ વીડિયો ટ્વિટર પર ‘@HldMyBeer’ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથે ખૂબ જ રમુજી કેપ્શન પણ લખવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે,અત્યાર સુધીમાં 25 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે.

આ વીડિયો જોઈને લોકોની જુદી જુદી પ્રતિક્રિયા (Comments) પણ સામે આવી રહી છે. જેમાં એક યુઝરે લખ્યું કે, કંઇક તોફાની કરવાના ચક્કરમાં લોકો તેમની જાતને જ ભુલી જાય છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, મને ખબર નથી કે લોકો આવી મૂર્ખ વસ્તુઓ શા માટે કરે છે, ઘણી વખત આવા સ્ટંટને કારણે લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે.

 

આ પણ વાંચો: Viral Video : છોકરીઓએ સ્ટેજ પર ઉભેલા વરરાજાને કર્યા પરેશાન, વીડિયો જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો !

આ પણ વાંચો:  Funny Video : કોરોનાની વેક્સિન લગાવવા યુવાને બાળકોની જેમ કર્યુ નાટક, વિડીયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !