Viral Video: બૂટના આકારની કારમાં જોવા મળ્યો શખ્સ, યુઝર્સે કહ્યુ ‘ઈસ કાર કો મેં ક્યા નામ દુ’

|

May 16, 2023 | 8:29 AM

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની કાર લઈને આવે છે, કાર એવી દેખાય છે જેમ કે કાર નહીં પણ મોટા જૂતા હોય. આટલું જ નહીં, વ્યક્તિએ તડકાથી બચવા માટે કારની પાછળ છત્રી પણ લગાવી છે.

Viral Video: બૂટના આકારની કારમાં જોવા મળ્યો શખ્સ, યુઝર્સે કહ્યુ ઈસ કાર કો મેં ક્યા નામ દુ
modified car

Follow us on

દુનિયામાં ક્રિએટિવિટીની કોઈ કમી નથી. કઈ વ્યક્તિ ક્યારે કઈ આર્ટવર્ક કરશે તેની કોઈ ખાતરી નથી. આ વીડિયો પણ કંઈક એવો જ છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેને યુઝર્સ દ્વારા ખૂબ પસંદ પણ કરવામાં આવી રહી છે. લોકો તે વ્યક્તિના જોરદાર વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની કાર લઈને આવે છે, જે એ રીતે દેખાય છે. જેમ કે કાર નહીં પણ મોટા જૂતા હોય.

આ પણ વાંચો: Ahmedabad: ખાનગી હોસ્પિટલે મહેકાવી માનવતા: લગ્નના 8 વર્ષ બાદ જન્મેલા જોડિયા બાળકોની વધુ સારવાર માટે દંપતી પાસે ન હતા પૈસા, એક પણ પૈસો લીધા વિના કરી સારવાર

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આટલું જ નહીં, વ્યક્તિએ તડકાથી બચવા માટે કારની પાછળ છત્રી પણ લગાવી છે, જેથી જ્યારે તડકો આવે ત્યારે તે પોતાની જાતને બચાવી શકે. આવી સ્થિતિમાં, ત્યાં ઉભેલા લોકો તે જોઈને સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયા. આ ટ્રેન્ડિંગ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. તેને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તેઓ તેને જોરદાર રીતે શેર પણ કરી રહ્યા છે.

બૂટના આકારની ડિઝાઇન કરી કાર

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુઝર્સ કહે છે કે તેણે ગજબ કર્યુ છે. સમજી શકાતું નથી કે તે કાર છે કે મોટા જૂતા. આ વીડિયો ‘ehhmedia’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જોકે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે ત્યારે અવારનવાર અહિં આવા વીડિયો વાયરલ થતા રહે છે પરંતુ આ વીડિયો ખુબ આશ્ચર્યજનક છે.

લોકો પોતાની ક્રિએટિવિટીથી ઘણી વસ્તુઓ બનાવતા હોય છે અને તેનો વીડિયો પણ બનાવતા હોય છે ત્યારે આ વીડિયો ક્યારેક ખુબ વાયરલ થઈ જતા હોય છે. આ શખ્સનો વીડિયો પણ કંઈક એવો છે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની ક્રિએટિવિટીના વખાણ કરી રહ્યા છે અને આ વીડિયો ખુબ શેર પણ કરી રહ્યા છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article