Viral: વ્યક્તિએ સ્કૂટરમાં કરી ગજબની કારીગરી, લોકોને પસંદ આવ્યો આ દેશી જુગાડ

|

Jan 11, 2022 | 7:07 AM

જુગાડનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ અદ્દભુત રીતે જુગાડ સાથે સ્કૂટર ચલાવ્યું હતું. જેને જોઈને તમે એક ક્ષણ માટે દંગ રહી જશો.

Viral: વ્યક્તિએ સ્કૂટરમાં કરી ગજબની કારીગરી, લોકોને પસંદ આવ્યો આ દેશી જુગાડ
Man Driving Scooter in a Unique Style (Viral Image)

Follow us on

જુગાડના વીડિયો અવાર-નવાર વાયરલ થતા હોય છે. જેમાં અવનવા આઈડિયા લગાવામાં આવ્યા હોય છે. ત્યારે આ વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Videos)થાય છે. જે યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. હાલ જુગાડનો આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક વ્યક્તિએ જુગાડની મદદથી પોતાના માટે આવું સ્કૂટર તૈયાર કર્યું હતું. જેને જોઈને તમે પણ દાંત નીચે આંગળીઓ દબાવી દેશો.

આપણે બધા જાણીએ છીએ કે યુગ ઈલેક્ટ્રિક વાહનો તરફ જઈ રહ્યો છે, પછી ભલે કાર હોય, સ્કૂટર હોય અને બાઈક હોય બધુ હવે ઈલેક્ટ્રિક બની રહ્યું છે. પરંતુ હજુ પણ ભારતના રસ્તાઓ પર જુગાડથી બનેલા વાહનો દોડતા જોવા મળે છે. આ દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે તેમાં પણ એક વ્યક્તિએ જુગાડ સાથે આવું સ્કૂટર બનાવ્યું છે, જેને જોઈને એન્જિનિયરો પણ આશ્ચર્યચકિત થઈ જશે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

વાયરલ થઈ રહેલા વીડિયો(Funny Videos)માં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ખૂબ જ વિચિત્ર રીતે સ્કૂટર ચલાવી રહ્યો છે. વીડિયો (Funny Viral Videos) જોયા પછી પહેલી નજરે એવું લાગે છે કે સ્કૂટર કોઈ અન્ય વાહન દ્વારા ખેંચવામાં આવી રહ્યું છે, કારણ કે આ વાહન આગળ નહીં પણ રિવર્સ ચાલી રહ્યું છે, પરંતુ તેની આગળની ફ્રેમ બતાવે છે કે સ્કૂટરનું હેન્ડલ અંદર છે. પાછળનો ભાગ ફિટ કરવામાં આવ્યો છે. અને વ્યક્તિ નીચે બેસીને આનંદથી સ્કૂટર ચલાવી રહ્યો છે.

લોકો વીડિયો (Amazing Viral Videos) પર અનેક કોમેન્ટ કરીને વ્યક્તિના કામની પ્રશંસા કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘સારા એન્જિનિયર્સ આ વીડિયો જોઈને દંગ રહી જશે.’ તો સાથે જ કેટલાકનું કહેવું છે કે આ જુગાડ આપણા દેશની બહાર ન જવું જોઈએ. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ આ વીડિયો જોયો તે આશ્ચર્યચકિત જાય છે.

આ પણ વાંચો: આવતા મહિને કોરોનાના કેસ ચરમસીમાએ પહોંચી શકે છે, ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમિત થયા ડોક્ટરો, જાણો દેશમાં કેવી છે સ્થિતિ?

આ પણ વાંચો: Reliance Industries ના રોકાણકારો માટે ખુશખબર, RILનો શેર 3,400 ની સપાટી બતાવશે તેવું વિદેશી બ્રોકરેજ હાઉસનું અનુમાન

Next Article