લગ્ન પ્રસંગના વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ક્યારેક તો દુલ્હનની વિદાય વાયરલ થઈ જાય છે તો ઘણી વખત એવી રમુજી ઘટનાઓ બને છે જેને જોઈને લોકો પોતાનું હસવું રોકી શકતા નથી. ત્યારે ઘણી વખત એવી વસ્તુ જોઈને આશ્ચર્ય પણ થાય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમને આશ્ચર્ય તો થશે જ સાથે હસવું પણ આવશે. કારણ કે જે પ્રકારે આ વ્યક્તિએ ડાન્સ (Funny Dance Video)કર્યો છે તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે. ત્યારે હાલ આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોને ખુબ પસંદ પણ આવી રહ્યો છે.
ભાગ્યે જ કોઈ એવુ હશે જેમને ડાન્સ કરવો પસંદ નહીં હોય. ભલે આવડે કે ન આવડે, પરંતુ થોડો ઘણો તો દરેક વ્યક્તિ કરી જ લે છે. ખાસ કરીને લગ્ન પ્રસંગમાં વિવિધ પ્રકારના ડાન્સના વીડિયો વાયરલ થતા હોય છે. ક્યારેક કોઈનો પોલ ડાન્સ તો ક્યારેક કોઈનો નાગિન ડાન્સ વાયરલ થઈ જાય છે. હાલ વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં એક શખ્સે ઢોલના તાલે એવો ડાન્સ કર્યો કે તેને જોઈને લોકોએ કહ્યું કે આવો ડાન્સ કોણ કરે ભાઈ!
વાયરલ થઈ રહેલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે થોડાક ઢોલવાળા એક સાથે મળીને ઢોલ વગાડી રહ્યા છે. આ દરમિયાન એક શખ્સ આવે છે જે ઢોલનો અવાજ સાંભળી બેકાબૂ થઈ જાય છે અને રસ્તા પર સુતા સુતા ડાન્સ કરે છે. અને રસ્તા પર આરોટવા લાગે છે. શખ્સ એટલો બેકાબૂ થઈ જાય છે કે તેને કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ જાય છે. ડાન્સના નામ પર શખ્સે જે કર્યું તે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર memecentral.tab નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. યુઝર આ વીડિયોને ખુબ શેર કરી રહ્યા છે. અને તેના પર વિવિધ કમેન્ટ્સ અને રિએક્શન આપી રહ્યા છે. આ સાથે જ લોકો વીડિયો પર પોતાના દોસ્તોને ટેગ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની તડામાર તૈયારીઓ થઇ ગઈ છે શરુ, ફેશન ડિઝાઈનરનાં ઘરે વધ્યા ફેરા
આ પણ વાંચો: Crypto tax in India : 31 માર્ચ સુધીમાં ક્રિપ્ટો એસેટ વેચવાની નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે, જાણો કેમ?