ખતરનાક કિંગ કોબ્રાને આ શખ્સે દોરડાની જેમ ઉપાડી લીધો, લોકો પણ Viral વીડિયો જોઈ દંગ

|

Jan 29, 2022 | 10:59 AM

આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ગયા છે. કોઈ કહે છે કે આ ખતરનાક છે તો કોઈ કહે છે કે સાપ ક્યારેય માણસનો મિત્ર બની શકે નહીં.

ખતરનાક કિંગ કોબ્રાને આ શખ્સે દોરડાની જેમ ઉપાડી લીધો, લોકો પણ Viral વીડિયો જોઈ દંગ
The man was seen holding the cobra with his hands (Video Screenshot)

Follow us on

સાપ (Snake Video)નું નામ સાંભળતા જ હાલત ખરાબ થઈ જાય છે. ખરેખર, આ જીવના કરડવાથી લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે. આ જ કારણ છે કે તેને જોઈને લોકો ખુબ ડરી જાય છે. આવા વીડિયો આવતા જ ઈન્ટરનેટ પર વાયરલ (Viral Video) પણ થઈ જાય છે. પરંતુ એક વ્યક્તિએ સરળતાથી મહાકાય કોબ્રાને પોતાના હાથમાં પકડી લીધો. આ પછી જે પણ થયું, તેને જોયા પછી કોઈના હૃદયના ધબકારા વધી શકે છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ગયા છે. કોઈ કહે છે કે આ ખતરનાક છે તો કોઈ કહે છે કે સાપ ક્યારેય માણસનો મિત્ર બની શકે નહીં.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકો છો કે કોબ્રાને પકડવાના વ્યક્તિના પહેલા તમામ પ્રયાસો નિષ્ફળ જતા દેખાઈ રહ્યા છે. એક સમયે સાપ કરડવા માટે આવે છે, પરંતુ વ્યક્તિ બચી જાય છે. સ્થાનિક અહેવાલો અનુસાર સાપ પકડનારે જણાવ્યું કે કિંગ કોબ્રાને પકડી લીધા બાદ તેને તેના કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે સાપ કદાચ તેનો સાથી શોધી રહ્યો હતો, કારણ કે તાજેતરમાં સ્થાનિક લોકોએ બીજા કોબ્રાને મારી નાખ્યો હતો.

અમારા મતે આ વીડિયો જોયા પછી કોઈએ પણ સાપને પકડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આપ બધા જાણતા જ હશો કે કોબ્રા વિશ્વનો સૌથી લાંબો ઝેરી સાપ છે, જેની સરેરાશ લંબાઈ 10 થી 13 ફૂટ છે. રેકોર્ડ પરનો સૌથી મોટો કિંગ કોબ્રા (18 ફૂટ અને 4 ઇંચ) થાઈલેન્ડમાં પકડાયો હતો, જ્યાં સાપની મોટી વસ્તી છે. હવે આ વીડિયો બધાને ચોંકાવી રહ્યો છે, તેની સાથે લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. જો કે વીડિયોના કોમેન્ટ સેક્શનમાં અલગ-અલગ ભાષામાં કોમેન્ટ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: સરસવના વાવેતર વિસ્તારમાં ભારે વધારો, જાણો ક્યા કારણોએ ખેડૂતોને આ પાક માટે આકર્ષ્યા

આ પણ વાંચો: હેકર્સથી બચાવો તમારૂ WhatsApp એકાઉન્ટ, આ સરળ રીતથી કરો સુરક્ષિત

Next Article