OMG: સેલમાંથી ખરીદેલા એક મામુલી પેઈન્ટિંગે બદલી નાખી જીંદગી ! રાતો રાત આ વ્યક્તિ બની ગયો અરબપતિ

|

Nov 29, 2021 | 7:23 AM

કહેવાય છે કે જ્યારે નસીબનો સિક્કો ફરે છે ત્યારે વ્યક્તિની જીંદગી બદલાઈ જાય છે. કેટલીકવાર લોકોને કંઈક એવું મળે છે જેની તેમણે કલ્પના પણ ન કરી હોય. આ દિવસોમાં આવુ જ એક વ્યક્તિ સાથે થયુ છે.

OMG: સેલમાંથી ખરીદેલા એક મામુલી પેઈન્ટિંગે બદલી નાખી જીંદગી ! રાતો રાત આ વ્યક્તિ બની ગયો અરબપતિ
Sketch (File Photo)

Follow us on

Viral: જો કોઈ વ્યક્તિએ હજારોથી લાખો કે લાખોથી કરોડ રૂપિયા કમાવવા હોય તો કદાચ તેને તેની ઉંમરના ઘણા વર્ષો પસાર કરવા પડે, પરંતુ જો તમારું નસીબ (Luck) તમારી સાથે હોય તો તમે એક ક્ષણમાં રોડપતિમાંથી કરોડપતિ બની શકો છો. આજકાલ આવી જ એક ઘટનાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. આ વ્યક્તિએ પળવારમાં જ અબજોપતિ બનવાની તક ખરીદી લીધી. આ કહાનીની (Viral Story) સૌથી રસપ્રદ વાત એ છે કે આ વ્યક્તિને કોઈ લોટરી (Lottery) નથી લાગી, પરંતુ ચમત્કાર થયો છે.

 

રિપોર્ટ અનુસાર આ વ્યક્તિએ જણાવ્યું કે તેણે સેલમાંથી માતા અને બાળકની એક તસવીર ખરીદી હતી, પરંતુ તેને કોઈ ખ્યાલ નહોતો કે આ પેઈન્ટિંગ ખુબ જ જૂનું છે. ઉપરાંત આ સ્કેચ (Sketch) દુર્લભ છે તેની તેણે કલ્પના સુધ્ધા નહોતી. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિએ તેનુ નામ ગુપ્ત રાખ્યુ છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

 

આ સ્કેચની કિંમત 50 મિલિયન ડોલર!

જ્યારે વ્યક્તિએ આ સ્કેચ એક જાણકાર વ્યક્તિને બતાવ્યો તો તેને ખબર પડી કે આ પેઈન્ટિંગ વર્ષ 1503માં બનાવવામાં આવી હતી. આ સ્કેચ વિશ્વના કેટલાક પ્રખ્યાત મોનોગ્રામ, એલ્બ્રેટ ડ્યુરેરના મોનોગ્રામ્સમાંથી એક છે. પુનરુજ્જીવન સમયગાળાના જર્મન કલાકારનું (German Artist) આ મૂળ આર્ટવર્ક છે. પીળા રંગના લેનિન કાપડ પર બનાવેલ આ સ્કેચ વિશ્વના કેટલાક પ્રખ્યાત મોનોગ્રામ, આલ્બ્રેટ ડ્યુરેરના મોનોગ્રામમાંનું એક છે.

 

આ સ્કેચ જોઈને નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા

આ આર્ટવર્કની કિંમત હાલ 50 મિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં 3,846,153,846 રૂપિયા આંકવામાં આવી છે. આ સ્કેચ જોઈને નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલી ઓછી કિંમતમાં તે વ્યક્તિના હાથમાં કઈ રીતે આવ્યુ. બાદમાં તેણે જણાવ્યુ હતુ કે, આ સ્કેચ તેણે એક માર્કેટમાંથી ખૂબ જ ઓછી કિંમતે ખરીદ્યો હતો.

 

તમને જણાવી દઈએ કે કોઈ વ્યક્તિ સાથે આવું પહેલીવાર બન્યું નથી. આ પહેલા પણ વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયાના ડેવિડ હોલ સાથે આવું જ કંઈક થયું હતું. મેરીબોરો પ્રાદેશિક ઉદ્યાન, મેલબોર્ન પાસે એક ભારે પીળો પથ્થર મળ્યો હતો. 6 વર્ષ બાદ જ્યારે તે તેને મ્યુઝિયમમાં લઈ ગયો, ત્યારે ખબર પડી કે તે એક અબજ વર્ષ જૂનો ઉલ્કાના ટુકડાનો છે અને જેની કિંમત અધધ…રૂપિયા છે.

 

આ પણ વાંચો : Viral : જ્વાળામુખી ફાટવાનો અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ, શોકિંગ વીડિયો જોઈ યુઝર્સે કહ્યું ‘હિંમત હોય તો જ જુઓ’

 

આ પણ વાંચો : Viral Video : સોનાનું બર્ગર અને એ પણ ફ્રી ! બર્ગર માટે લાગી લાઈનો, શરત માત્ર એટલી જ કે……..

Published On - 8:47 pm, Sun, 28 November 21

Next Article