Viral Video : સોશિયલ મીડિયા પર રોજ વાયરલ થતા વીડિયો યુઝર્સને ખુબ મનોરંજન આપે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક કેફેનો વીડિયો ખુબ વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વીડિયો થોડો ગંભીર છે પણ આખો વીડિયો જોયા બાદ તમે હસી હસીને લોટપોટ થઈ જશો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક જુઠ્ઠુ બોલવાની સજા ભોગવી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં રાતના સમયના કેફેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક યુવક કોચિંગ ક્લાસમાં જવાનું કહીને કેફેમાં મજા માણી રહ્યો હતો. તેવામાં તેને માતા-પિતાને જાણ થતા તે કેફેમાં પહોંચે છે અને દીકરાને માર મારે છે. આ દ્રશ્ય જોઈને કેફેમાં હાજર લોકો પણ ચોંકી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
Kalesh b/w b/w parent and there son inside Cafe over the guy was roaming and enjoying with his friends while Smoking hookah by giving Execuse of coaching pic.twitter.com/aptA43Aosn
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 12, 2023
અનૂપ નામનો એક ટ્વિટર યુઝરે આ વીડિયો શેયર કરીને લખ્યુ છે કે, આ સારુ થયુ, જ્યારથી બાળકોને મારવાનું બંધ કર્યુ છે ત્યારેથી તેઓ માથા પર ચઢી ગયા છે. એક યુઝરે લખ્યું છે કે, હું આશા રાખુ છું કે કોઈની સાથે પણ આવુ ના થવુ જોઈએ. અનુજ નામનો યુઝર લખે છે કે, યુવકે પોતાના પિતાને પૂછવુ જોઈએ કે શું તમે ક્યારેય ક્લાસ અટેન્ડ કર્યો છે ?
એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું છે કે, આ તો હુક્કાબારમાં માતા-પિતાનો પ્રેમ છે. સૌરભ રાજ નામના યુઝરે લખ્યું છે કે, ટયૂશનમાં પૈસાથી હુક્કો પી રહ્યો હતો એટલે માર્યો લાગે છે. એક અન્ય યુઝરે લખ્યું છે કે, આવા કેવા મા-બાપ છે કે જે બાળકને ભીડમાં પર મારી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, ખુબ સારુ કર્યુ મા-બાપે, પોતાના બાળકોને સારા માણસ બનાવવું જોઈએ. તે લાયકથી ખલનાયક બનવા માંગે છે.