શખ્સનો દેશી જુગાડનો Viral વીડિયો જોઈ યુઝર્સે કહ્યું ‘નેક્સટ લેવલની ક્રિએટીવિટી’

હવે ઈન્ટરનેટ પર દેશી જુગાડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા કહી રહ્યા છે કે આ વ્યક્તિ ખરેખર ખૂબ જ ટેલેન્ટેડ છે.

શખ્સનો દેશી જુગાડનો Viral વીડિયો જોઈ યુઝર્સે કહ્યું નેક્સટ લેવલની ક્રિએટીવિટી
Funny video of Jugaad (Image: Snap From Twitter)
| Edited By: | Updated on: Jan 30, 2022 | 11:09 AM

સોશિયલ મીડિયા પર જુગાડના વાયરલ (Jugaad Viral Video) વીડિયોનો ભંડાર છે. જુગાડ વડે બધું સરળ બનાવી શકાય છે. દેશના ઘણા લોકો જુગાડનો ઉપયોગ કરીને તેમના કામને સરળ બનાવતા જોવા મળે છે, ત્યારબાદ તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Video) થાય છે. હવે ઈન્ટરનેટ પર દેશી જુગાડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા કહી રહ્યા છે કે આ વ્યક્તિ ખરેખર ખૂબ જ ટેલેન્ટેડ છે.

ઘણીવાર તમે જોયું હશે કે લોકો પોતાનો સમય અને પૈસા બચાવવા માટે જુગાડનો સહારો લે છે. આવું જ કંઈક આ દિવસોમાં પણ સામે આવ્યું છે. જેમાં એક વ્યક્તિએ ખુલ્લામાં નહાવા માટે મસ્ત જુગાડ અપનાવ્યો છે, જેને જોઈને ભલભલા એન્જિનિયરો ક્ષણભર માટે દંગ રહી જશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખુલ્લામાં બેઠેલો એક વ્યક્તિ આનંદથી સ્નાન કરી રહ્યો છે. પાણીથી ભરેલું પોલિથીન તેના માથા પર લટકે છે અને આનંદ માણતા તે તેના આખા શરીર પર સાબુ લગાવે છે. આ પછી તે વ્યક્તિ સાવરણો ઉપાડે છે અને તે પોલીથીનમાં કાણું પાડે છે અને તેમાંથી પાણી નીકળવા લાગે છે.

આ વીડિયોને ટ્વિટર પર @pareekhjain નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને સાથે જ લાઈક્સ અને કોમેન્ટ્સ દ્વારા તેમની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે. લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરતાં કેટલાક યુઝર્સ આ જુગાડના વખાણ કરી રહ્યા છે, એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘આ યુવક ખૂબ જ પ્રતિભાશાળી છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘ કોઈ પણ કામમાં મગજનો ઉપયોગ ખુબ જરૂરી’, ત્રીજા યુઝરે લખ્યું, ‘ખૂબ સારું’ આ સિવાય મોટાભાગના લોકોએ આ યુવકની પ્રશંસા કરી અને કેટલાકે ઇમોટિકોન્સ શેર કરીને પ્રેમનો વરસાદ કર્યો.

આ પણ વાંચો: ટેલેન્ટેડ ટેણીયાઓના Viral વીડિયોએ મચાવી ધૂમ, લોકોને ખુબ પસંદ આવી સિંગિંગ સ્ટાઈલ

આ પણ વાંચો: Android યુઝર્સ માટે આવી રહ્યું છે WhatsApp ગ્લોબલ ઓડિયો પ્લેયર, જાણો કેવી રીતે કરશે કામ