Animal Viral Video: બાહુબલી સ્ટાઈલમાં હાથી પર ચડતો જોવા મળ્યો મહાવત, લોકોએ કહ્યું ‘અસલ બાહુબલી તો આ છે’

આ વીડિયોને IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર શેયર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, મહાવત એકદમ બાહુબલીના પ્રભાસ સ્ટાઈલમાં હાથી પર ચઢ્યો.

Animal Viral Video: બાહુબલી સ્ટાઈલમાં હાથી પર ચડતો જોવા મળ્યો મહાવત, લોકોએ કહ્યું અસલ બાહુબલી તો આ છે
The mahout was seen climbing on an elephant in Bahubali style
| Edited By: | Updated on: Mar 31, 2022 | 2:20 PM

તમે સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની (Prabhas) સુપરહિટ ફિલ્મ બાહુબલી (Baahubali) જોઈ હશે. આ ફિલ્મમાં એવી ઘણી બાબતો બતાવવામાં આવી છે, જેને જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. જેમ કે ધોધ, પહાડો વગેરેને એટલા વિશાળ બતાવવામાં આવ્યા છે કે માણસ વિચારવા માટે મજબૂર થઈ જાય છે કે શું પૃથ્વી પર આવી કોઈ જગ્યા હશે. આ સિવાય આ ફિલ્મમાં બાહુબલી અને મહિષ્મતી રાજ્યના રાજા ભલ્લાલ દેવની અપાર શક્તિ જોવા જેવી હતી. તેનું વિશાળ શરીર જોઈને ખબર પડી કે તે ખૂબ જ શક્તિશાળી હશે અને તેણે પોતાની તાકાતનું જે ઉદાહરણ બતાવ્યું છે તે અદ્ભુત છે. બાહુબલી સાથે જોડાયેલા વિવિધ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ (Viral Videos) થતા રહે છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમને બાહુબલીનો એક સીન ચોક્કસથી યાદ હશે.

વાસ્તવમાં ફિલ્મમાં એક સીન છે, જેમાં બાહુબલી અનોખા અંદાજમાં હાથી પર ચડતો જોવા મળે છે. તે હાથીની સૂંઢ પર પોતાનો પગ મૂકે છે અને પછી હાથી તેને ઊંચકે છે, ત્યારબાદ તે આરામથી હાથી પર બેસી જાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહાવત ખૂબ જ બાહુબલી સ્ટાઈલમાં હાથી પર ચડતો જોવા મળી રહ્યો છે. તે પોતાનો એક પગ હાથીની સૂંઢ પર પણ મૂકે છે અને હાથી તેને ઉપાડે છે. ત્યારબાદ તે તેની પીઠ પર બેસી જાય છે. આ વીડિયો લોકોને બાહુબલીની યાદ અપાવી રહ્યો છે.

વીડિયો જુઓ:

આ વીડિયોને IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર શેયર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, મહાવત એકદમ બાહુબલીના પ્રભાસ સ્ટાઈલમાં હાથી પર ચઢ્યો. 13 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 5 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ ફની કોમેન્ટ્સ પણ કરી છે. એક યૂઝરે લખ્યું છે કે, ‘અસલ બાહુબલી તો અહીંયા છે. બાહુબલી તો ગ્રાફિક્સ હતો’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘બસ જીવનમાં પણ આટલો જ ‘ધક્કો’ મારવા વાળા જોઈએ, પછી સિંહાસન નિશ્ચિત છે. જો કે કેટલાક યુઝર્સ એવું પણ કહે છે કે, જે લોકો હાથી પાળે છે, તેઓ આવા હાથીઓ પર ચઢી જાય છે.

આ પણ  વાંચો: Funny Animal Video : હાથીનો મસ્તીભર્યો અંદાજ જોઈને તમને પણ લાગશે કે આ હાથીને માછલી બનવાનું મન થઈ રહ્યુ છે !

આ પણ  વાંચો: Elephant Viral Video: ઉંચા પહાડો પાર કરવા માટે હાથીઓ અજમાવે છે આ ખાસ ટ્રિક, જુઓ આ વાયરલ થયેલો વિડિયો