Viral Video: બાળક અને ઘોડાનો પ્રેમ ભરેલો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, જૂઓ આ પ્રેમ ભર્યો વીડિયો

|

Apr 24, 2022 | 8:24 AM

કહેવાય છે કે પ્રેમ (Love), સ્નેહ, આસક્તિ જેવી લાગણીઓ (Emotions) માત્ર માણસોમાં જ હોય ​​છે, પ્રાણીઓ લાગણીહીન હોય છે. પણ એવું નથી, પ્રાણીઓને પણ લાગણી હોય છે. સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા આ વીડિયોને જોયા પછી એવું લાગે છે.

Viral Video: બાળક અને ઘોડાનો પ્રેમ ભરેલો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, જૂઓ આ પ્રેમ ભર્યો વીડિયો
love and bonding between child and horse

Follow us on

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના (Animal Video) ઘણા વીડિયો જોવા મળે છે. માણસોની જેમ પ્રાણીઓ પણ એકબીજાને ખૂબ પ્રેમ (Love) કરે છે. તેમના સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેયર કરવામાં આવે છે. જેમાંથી કેટલાકમાં તેઓ એકબીજાની મદદ કરતા જોવા મળે છે. આ એપિસોડમાં સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ કહેશો કે, પ્રાણીઓ પણ પ્રેમની ભાષા સારી રીતે સમજે છે.

કહેવાય છે કે પ્રેમ, સ્નેહ, આસક્તિ જેવી લાગણીઓ માત્ર માણસોમાં જ હોય ​​છે, પ્રાણીઓ લાગણીહીન હોય છે. પણ એવું નથી, પ્રાણીઓને પણ લાગણી હોય છે. સોશિયલ પર ધૂમ મચાવી રહેલા વીડિયોને જોયા પછી ઓછામાં ઓછું એવું લાગે છે. આ વીડિયો જોઈને તમે સમજી શકશો કે પ્રાણી અને માનવીનું શું બંધન છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાયરલ થઈ રહેલો આ વીડિયો કોઈ તબેલાનો લાગી રહ્યો છે. જ્યાં એક નિર્દોષ બાળક ઘોડાને ખૂબ જ પ્રેમથી વહાલ કરતો જોવા મળે છે. બીજી તરફ, બાળકનો બિનશરતી પ્રેમ જોઈને ઘોડો પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. બાળકને ચુંબન કર્યા પછી, ઘોડો પણ તેના માથાને પ્રેમથી ચુંબન કરે છે. આ વિડિયો એ તમામ લોકો માટે ચોંકાવનારો છે જેઓ કહે છે કે પ્રાણીઓ લાગણીહીન હોય છે.

અહીં વીડિયો જુઓ…

આ વીડિયો ટ્વિટર પર @buitengebieden_ નામના એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે. 9 સેકન્ડની આ વીડિયો ક્લિપને અત્યાર સુધીમાં 18 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો તેને માત્ર એકબીજા સાથે શેયર જ નથી કરી રહ્યાં પરંતુ તેના પર વિવિધ પ્રકારની કમેન્ટ્સ અને રિએક્શન પણ આપી રહ્યાં છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, બધા જ પ્રાણીઓ પ્રેમની ભાષા સારી રીતે સમજે છે!!! અન્ય એકે લખ્યું, જે પ્રાણી સરળતાથી સમજે છે, તે માણસો એટલી ઝડપથી સમજી શકતા નથી. આ સિવાય કેટલાક આ વીડિયોને ક્યૂટ કહી રહ્યા છે તો કેટલાક પ્રેમ ભર્યો વીડિયો કહી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  VIDEO : ‘ફાયર ફોલ’નો અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ, વીડિયો જોઈને યુઝર્સ થયા મંત્રમુગ્ધ

આ પણ વાંચો: Funny Video: ટેણીયો નિડર થઈ કૂતરા પાસે જતો તો રહ્યો પછી ભાગવું ભારે પડ્યું, જુઓ વીડિયો  

Next Article