કેટલીકવાર કેટલાક સુંદર વીડિયો ઇન્ટરનેટ પર આવતા રહે છે. જેને જોયા પછી આપણો દિવસ ઘણી સારો બને છે તો આવા ઘણા વીડિયો છે. જેને જોઈને યુઝર્સ તેમની સામે જોઈ જ રહે છે. આવા જ એક વીડિયોમાં આ દિવસોમાં એક ભાઈ-બહેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બહેન પોતાના ભાઈને બચાવવા માટે તેની માતા સાથે લડતી જોવા મળે છે. આ દરમિયાન તે વારંવાર માતાને રોકવાનો પ્રયાસ કરે છે જેથી તે તેના ભાઈને બચાવી શકે.
કહેવાય છે કે ભાઈ-બહેનનો સંબંધ એ દુનિયાના સૌથી મધુર સંબંધોમાંનો એક છે. ઘણીવાર ભાઈઓ દરેક મુશ્કેલીમાં બહેનો માટે લડતા અને તેમની રક્ષા કરતા જોવા મળે છે. સાથે જ ભાઈ-બહેન બાળપણમાં એકબીજા સાથે મજાક કરતાં પણ જોવા મળે છે. હાલમાં આ દિવસોમાં ભાઈ અને બહેનનો એક ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
एक भाई बहन के लिए उनका प्यार कभी कम नहीं होता ❤️🥰 pic.twitter.com/0hIQGfcPkH
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 3, 2022
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે માતા કોઈક ભૂલના કારણે પોતાના પુત્રને મારતી જોવા મળી રહી છે. આ દરમિયાન નજીકમાં ઉભેલી નાની છોકરી એટલે કે છોકરાની બહેન આ જોઈને ગુસ્સે થઈ જાય છે. વીડિયોમાં નાની બાળકીને છોડ…છોડ કહેતી સાંભળી શકાય છે. આમ છતાં જ્યારે માતા નથી માનતી તો, બાળકી માતાને મારવા લાગે છે. જો કે આ વીડિયોને ડ્રામા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો હતો અને નજીકમાં ઉભેલા પરિવારના એક સભ્ય આ બધું રેકોર્ડ કરી રહ્યા છે.
આ વીડિયો @Gulzar_sahab નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘ભાઈ અને બહેન માટે તેમનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી..’ સમાચાર લખાય છે ત્યાં સુધી 10 હજારથી વધુ લોકો વીડિયો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો ખરેખર મનમોહક છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘ખરેખર, ભાઈ-બહેનનો સંબંધ સુંદર હોય છે.’