Viral: ટેણીયાએ ખાવાનું નીચે ઉતારવા ગજબનું મગજ લગાવ્યું, લોકોએ કહ્યું બાળક નામ રોશન કરશે

આ અદ્ભુત અને ફની વીડિયોને IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, 'માઇન્ડનો સંપૂર્ણ ઉપયોગ'.

Viral: ટેણીયાએ ખાવાનું નીચે ઉતારવા ગજબનું મગજ લગાવ્યું, લોકોએ કહ્યું બાળક નામ રોશન કરશે
Little kid uses amazing trick to take food (Viral Video Image)
| Edited By: | Updated on: Feb 07, 2022 | 12:07 PM

સોશિયલ મીડિયા ફની વીડિયોથી ભરેલું છે. ફેસબુકથી લઈને ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર સુધી, ફની વીડિયો (Funny Videos) વાયરલ થતા રહે છે, જેમાં બાળકોથી લઈને વડીલો અને વૃદ્ધો સુધીના વીડિયોનો સમાવેશ થાય છે. આજકાલ આવો જ એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જે એક નાના બાળકનો છે. આ વીડિયોમાં બાળકની હરકત જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક નાનું બાળક રસોડામાં ઉપર રાખેલ ખાવાનું ઉતારવા એવો દિમાગ લગાવે છે કે બધા તેને જોઈને દંગ રહી જાય છે. આ વીડિયો જોઈને તમે પણ વિચારતા હશો કે આટલું નાનું બાળકનું આટલું મગજ તેણે કેવી રીતે લગાવ્યું.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસોડામાં ઉપરના રેક પર કેટલોક ખોરાક રાખવામાં આવ્યો છે અને એક નાનું બાળક તેને ઉતારવાની કોશિશ કરી રહ્યું છે. તે પહેલા એક નાની સીડી ઉપર ચઢે છે અને બાઉલમાં રાખેલ ખોરાક ઉતારવા માટે કાગળના કાર્ટૂનના એક ટુકડાનો ઉપયોગ કરે છે. તે કાર્ટૂનનો ઉપયોગ કરીને ધીમે ધીમે ખોરાકને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે. આમ કરીને તે પોતાના માટે ભોજન લાવે છે. આ વીડિયો જોયા પછી તમે ખરેખર બાળકના દિમાગના વખાણ કરશો.

આ અદ્ભુત અને ફની વીડિયોને IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, ‘માઇન્ડનો સંપૂર્ણ ઉપયોગ’. 11 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 10 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1000થી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી ફની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કોમેન્ટ કરીને બાળકને ‘એડવાન્સ’ ગણાવ્યું છે, જ્યારે બીજા યુઝરે તેને ઈન્ટેલિજન્ટ ગણાવ્યો છે. તેવી જ રીતે, અન્ય યુઝરે બાળકને તેજ ગણાવ્યું છે, જ્યારે એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘તે અદ્ભુત દિમાગ ધરાવતું બાળક છે, તેનો કાળજીથી ઉછેર અને તેની પ્રતિભાનો કુશળતાપૂર્વક ઉપયોગ કરો’.

આ પણ વાંચો: જાણો લતા મંગશેકરના સમયથી આજ સુધીમાં કેટલી બદલાઈ ગઈ છે મ્યૂઝિકલ ટેક્નોલોજીની દુનિયા

આ પણ વાંચો: ગજરાજે જેસીબી મશીન સાથે બાથ ભીડી પછી થયું કંઈક આવું, જુઓ Viral વીડિયો