Viral: માનવતા મહેકાવતો આ હૃદયસ્પર્શી વીડિયો લોકોને ખુબ જ આવી રહ્યો છે પસંદ

આ હૃદયસ્પર્શી વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, 'માનવતાનું સન્માન'.

Viral: માનવતા મહેકાવતો આ હૃદયસ્પર્શી વીડિયો લોકોને ખુબ જ આવી રહ્યો છે પસંદ
Little girl was shivering with cold (Viral Video Image)
| Edited By: | Updated on: Jan 30, 2022 | 3:44 PM

છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર ભારતના ઘણા રાજ્યો તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યા છે. જો કે કેટલાક સ્થળોએ બપોરના સમયે થોડો તડકો જોવા મળી રહ્યો છે, પરંતુ ઠંડી હવાના કારણે લોકોની હાલત કફોડી બની છે. ત્યારે આવી સ્થિતિમાં લોકો ઠંડી અનુભવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી આ જ સ્થિતિ રહેશે. હવે આટલી કડકડતી ઠંડીમાં આવા લોકો પોતપોતાના ઘરમાં ધાબળા અને રજાઈમાં આરામથી સૂઈ જશે, પણ જેમની પાસે રહેવાની જગ્યા નથી તેનું શું? આવા લોકો રસ્તા પર રહેવા મજબૂર છે. આવી સ્થિતિમાં, તમે કલ્પના કરી શકો છો કે આ તીવ્ર ઠંડીમાં નાના બાળકોની શું હાલત હશે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેમાં એક નાની બાળકી ઠંડીથી થરથરી રહી છે અને એક વ્યક્તિ તેને ઠંડીથી બચવામાં મદદ કરી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી કેવી રીતે ઠંડીથી ધ્રૂજી રહી છે. તેની પાસે ન તો બૂટ છે કે ન તો ટોપી. તેણે માત્ર સેન્ડલ પહેર્યું છે. ઉપરાંત, તેણે પાતળું સ્વેટર પહેર્યું છે, જે તેને ઠંડીથી બચાવવા માટે પૂરતું નથી. આ દરમિયાન, એક વ્યક્તિ તેના માટે દેવદૂત બનીને આવે છે અને તેને બેસાડીને તેના હાથમાં મોજા અને પગમાં મોજા પહેરાવે છે. આ માનવતાનું સાચું ઉદાહરણ છે. આજની દુનિયામાં આવા લોકો ભાગ્યે જ જોવા મળે છે, જે હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તૈયાર રહે છે.

આ હૃદયસ્પર્શી વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, ‘માનવતાનું સન્માન’. 40 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 11 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કરીને કહ્યું છે કે આ વીડિયો તેમના દિલને સ્પર્શી ગયો છે.

આ પણ વાંચો: Viral Video: હવામાં ઉડતી જોવા મળી મરઘી, વીડિયો જોઈ લોકોને થઈ રહ્યું છે આશ્ચર્ય

આ પણ વાંચો: Commercial Farming: શું છે કોર્મશિયલ ફાર્મિંગ, જાણો આ ખેતી અને ખેડૂતો દ્વારા થતી પરંપરાગત ખેતી વિશે તફાવત