Viral: બાળકીએ પોતાના રિપોર્ટિંગથી જીત્યું લાખો લોકોનું દિલ, જોનારે કહ્યું છોટા પેકેટ બડા ધમાકા

|

Jan 11, 2022 | 9:59 AM

વીડિયોમાં એક નાની બાળકી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે બાળકીના હાથમાં માઈક છે અને તે જુસ્સાથી રિપોર્ટિંગ કરી રહી છે. હવે આ વીડિયો લોકોને ખૂબ જ આકર્ષી રહ્યો છે.

Viral: બાળકીએ પોતાના રિપોર્ટિંગથી જીત્યું લાખો લોકોનું દિલ, જોનારે કહ્યું છોટા પેકેટ બડા ધમાકા
Little Girl From Kashmir Reporting

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ઘણા શાનદાર વીડિયો વાયરલ (Viral Videos) થતાં હોય છે. ઘણીવાર આવા વીડિયો સામે આવે છે જેને લોકો વારંવાર જુએ છે. ઘણીવાર તમે બાળકોના ફની વીડિયો જોયા હશે. તમે કેટલાક એવા વીડિયો પણ જોયા હશે જેને જોઈને મોટા દિગ્ગજો પણ વિચારવા મજબૂર થઈ જાય છે.

હવે કાશ્મીરની એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નાની બાળકી પુરા જુસ્સાથી રિપોર્ટિંગ કરી રહી છે. બધાને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે, ત્યારે લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

વાયરલ વીડિયો(Amazing Viral Videos)માં તમે જોઈ શકો છો કે કેવી રીતે બાળકી હાથમાં માઈક લઈને રિપોર્ટિંગ શરૂ કરે છે. તેની પાછળ ખરાબ રસ્તો દેખાય છે. વીડિયોમાં બાળકી કહે છે કે તમે જોઈ શકો છો કે આ રસ્તો કેટલો ગંદો છે. તે કહે છે કે કેવી રીતે બંને બાજુથી રસ્તો ખરાબ છે. પછી ધીમે ધીમે તે આગળ જાય છે અને કહે છે કે વરસાદને કારણે રસ્તો ખુબ ખરાબ થઈ ગયો છે. આ રસ્તા પરથી મહેમાનો પણ આવી શકતા નથી.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તમે સાજીદ યુસુફ શાહ નામના પેજ પર તમામ વીડિયો જોઈ શકો છો. વીડિયો શેર કરતા પેજના એડમિને કેપ્શનમાં લખ્યું- #Kashmir Valley ના સૌથી યુવા પત્રકારને મળો.

બાળકીએ વીડિયો (Lilttle Girl From Kashmir)માં આગળ કહ્યું ‘બરફવર્ષા અને વરસાદને કારણે રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે. એટલું જ નહીં લોકો કચરો ફેંકી રહ્યા છે. યુવતી આગળ કહે છે કે રસ્તાની હાલત એવી છે કે તે બરાબર ચાલી પણ શકતી નથી. હવે આ વીડિયો દરેકને ખૂબ જ પસંદ આવી રહ્યો છે, લોકો પોતાની લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યા છે.

બાળકીએ જે રીતે રિપોર્ટિંગ કર્યું છે તેણે લોકોના દિલ જીતી લીધા છે. લોકો યુવતીના ખૂબ વખાણ કરી રહ્યા છે. વળી કેટલાક લોકો કહે છે કે સમાચાર લાવવા બદલ ધન્યવાદ લિટલ રિપોર્ટર. તે સ્થાનિક વહીવટીતંત્ર માટે બહેતર રોડ નિર્માણ અને સ્થાનિક માળખાકીય સુધારણામાં મદદરૂપ થશે.

લોકો આ વીડિયોને ખુબ શેર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને વખાણ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી રહ્યા છે.

આ પણ વાંચો: Google Map Tricks: ગૂગલ મેપથી તમે કંટ્રોલ કરી શકો છો મ્યૂઝિક અને કેલેન્ડર, જાણો બીજા પણ ઉપયોગ

આ પણ વાંચો: Viral: દિવ્યાંગે ગુરૂ રંધાવાના સોન્ગ પર કર્યો જોરદાર ડાન્સ, લોકો વારંવાર જોઈ રહ્યા છે આ વીડિયો

Next Article