Viral Video : નાના પક્ષીઓ સૈનિકોની જેમ કરવા લાગ્યા પરેડ ,વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

આ શાનદાર અને રમુજી વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને તેના કેપ્શનમા લખ્યુ છે, 'માર્ચિંગ ઓફ લિટલ બર્ડ બટાલિયન'.

Viral Video : નાના પક્ષીઓ સૈનિકોની જેમ કરવા લાગ્યા પરેડ ,વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા
Bird Funny video goes viral
| Edited By: | Updated on: Jan 31, 2022 | 6:21 PM

Funny Video :  સોશિયલ મીડિયા પર દરરોજ પક્ષી (Birds Video) અને પ્રાણી સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ આશ્વર્ય ચકિત થઈ જાય છે.જ્યારે કેટલાક પક્ષીઓની હરકતો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં પક્ષીઓ જે રીતે સૈનિકોની (Soldier) જેમ કૂચ કરી રહ્યા છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

પક્ષીઓએ કર્યુ કંઈક આવુ….!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ પક્ષીઓની કૂચને કારણે રસ્તા પર વાહનો પણ થંભી જાય છે અને એક વ્યક્તિ આ પક્ષીઓને આગળ જવા માટે ધપાવી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં એવું લાગે છે કે પક્ષીઓ ઓછા છે, પરંતુ કેમેરા થોડો પાછળ જતાં જ આશ્ચર્યજનક નજારો જોવા મળે છે. પક્ષીઓનું એક મોટું ટોળું પાછળથી રસ્તો ક્રોસ કરતા જોવા મળે છે. પક્ષીઓનું આ ટોળું જાણે રસ્તા પર સૈનિકોની જેમ કૂચ કરતી હોય તેવુ લાગી રહ્યુ છે. આ રમુજી વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

પક્ષીઓને પરેડે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

રસ્તા પર પક્ષીઓની આ કૂચ જોઈને વટેમાર્ગુઓ પણ દંગ રહી ગયા. આ શાનદાર અને રમુજી વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને તેના કેપ્શનમા લખ્યુ છે, ‘માર્ચિંગ ઓફ લિટલ બર્ડ બટાલિયન’.

28 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 15 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1200થી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. યુઝર્સ આ વીડિયો જોયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, ‘આ બટાલિયન છે કે આખી સેના’, જ્યારે અન્ય યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘પક્ષીઓની (Birds)  આ પરેડ મંત્રમુગ્ધ છે’.

 

આ પણ વાંચો : VIDEO : વ્યક્તિની ડ્રાઈવિંગ સ્કિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ “હેવી ડ્રાઈવર”