Viral: ચાલતા-ચાલતા અચાનક પાણીમાં પડી ગયો સિંહ, લોકોએ કહ્યું નજર હટી દુર્ધટના ઘટી

|

Feb 21, 2022 | 7:54 AM

કેટલીકવાર આવા કેટલાક વીડિયો પણ વાયરલ થઈ જાય છે, જેને જોઈને લોકો હસતા જ રહી જાય છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Viral: ચાલતા-ચાલતા અચાનક પાણીમાં પડી ગયો સિંહ, લોકોએ કહ્યું નજર હટી દુર્ધટના ઘટી
Lion falling in water (Image Credit Source: Twitter)

Follow us on

સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ (Viral Videos) થઈ રહ્યા છે, જેમાં મનુષ્યથી લઈને પ્રાણીઓ સુધીના વીડિયો સામેલ છે. આમાંથી કેટલાક વીડિયો ખૂબ જ ફની (Funny Videos)છે તો કેટલાક ઈમોશનલ પણ છે. ત્યારે કેટલાક વીડિયો લોકોને આશ્ચર્યચકિત પણ કરે છે. હવે તમે જાણતા જ હશો કે સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. સિંહોને લગતા વીડિયો પણ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, પરંતુ આમાંના મોટાભાગના વીડિયો શિકારના હોય છે. સિંહોનો સ્વભાવ શિકાર કરવાનો છે અને આવા વીડિયો ખૂબ જ આશ્ચર્યજનક છે. જો કે, કેટલીકવાર આવા કેટલાક વીડિયો પણ વાયરલ થઈ જાય છે, જેને જોઈને લોકો હસતા જ રહી જાય છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં બે સિંહો આરામથી ચાલી રહ્યા છે, ત્યારે એક સિંહનો પગ કિનારા પર પડે છે અને તે પાણીમાં પડી જાય છે. બીજો સિંહ કંઈક સમજી શક્યો ત્યાં સુધીમાં તેનો સાથી પાણીમાં જતો રહે છે. જો કે તે પાણીમાંથી કેવી રીતે બહાર આવ્યો, તે વીડિયોમાં બતાવવામાં આવ્યું નથી. તેમજ આ વીડિયો ક્યાંનો છે તે અંગે માહિતી મળી શકી નથી, પરંતુ તેને જોતા તે પ્રાણી સંગ્રહાલયનો હોય તેવું લાગે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને મજાકમાં લખ્યું છે કે આ લેટ નાઈટ વીકએન્ડ પાર્ટીની અસર છે. માત્ર 5 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી ફની પ્રતિક્રિયાઓ આપી છે. ઘણા યુઝર્સે તેને ‘હેંગઓવર ઈફેક્ટ’ ગણાવી છે, જ્યારે એક યુઝરે લખ્યું છે, ‘નજર હટી દુર્ઘટના ઘટી’. એક યુઝરે લખ્યું છે કે ભાઈ હજુ ઉતર્યો નથી, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘થાકી ગયો છે બિચારો’. તેવી જ રીતે અન્ય ઘણા યુઝર્સે પણ ફની કોમેન્ટ્સ કરી છે.

આ પણ વાંચો: 4 પ્રાઈવેટ બેંક વરિષ્ઠ નાગરિકો માટે 3 વર્ષની FD પર 7 ટકા વ્યાજ આપી રહી છે, જાણો કઈ બેંકમાં રોકાણ કરવું વધુ લાભદાયક

આ પણ વાંચો: Assembly Election 2022: યુપીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં 60.46 ટકા મતદાન થયું, પંજાબમાં 2017ની સરખામણીમાં ઓછુ મતદાન

Published On - 7:22 am, Mon, 21 February 22

Next Article