વકીલના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયામાં થયું વાયરલ, મેરેજ એક્ટ-બંધારણની કલમ સાથે છાપ્યુ કાર્ડ

|

Nov 26, 2021 | 6:40 PM

ગુવાહાટીના આ દંપતીએ તેમના ખાસ દિવસ માટે બંધારણ આધારિત લગ્નનું કાર્ડ છાપ્યું છે. કાર્ડમાં સમાનતા દર્શાવવા માટે ન્યાયના ત્રાજવાની બંને બાજુ વરરાજા અને કન્યાના નામ લખવામાં આવે છે.

વકીલના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયામાં થયું વાયરલ, મેરેજ એક્ટ-બંધારણની કલમ સાથે છાપ્યુ કાર્ડ
Wedding Card

Follow us on

દરેક વ્યક્તિ પોતાનું લગ્ન (Marriage) યાદગાર બનાવવા માગે છે. લગ્નને યાદગાર બનાવવા માટે લગ્નની દરેક વસ્તુ અને વિધીને તે અલગ રીતે કરવા માગે છે. ખાસ કરીને લગ્નના કાર્ડમાં લોકો ઘણી ક્રિએટિવિટી બતાવવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકોને કાર્ડ પર અનોખો સંદેશ લખેલો જોવા મળે છે. આસામ (Assam)ના ગુવાહાટીના એક વકીલે (Lawyer) પણ તેના લગ્નને યાદગાર બનાવવા માટે એક અનોખો પ્રયાસ કર્યો. વકીલે લગ્નના કાર્ડ (Wedding card)માં જ મેરેજ એક્ટ અને બંધારણની કલમો દર્શાવી.

 

ગુવાહાટીના આ દંપતીએ તેમના ખાસ દિવસ માટે બંધારણ આધારિત લગ્નનું કાર્ડ છાપ્યું છે. કાર્ડમાં સમાનતા દર્શાવવા માટે ન્યાયના ત્રાજવાની બંને બાજુ વરરાજા અને કન્યાના નામ લખવામાં આવ્યા છે. લગ્નના આમંત્રણમાં ભારતીય લગ્નોને સંચાલિત કરતા કાયદા અને અધિકારોનો પણ ઉલ્લેખ છે.

અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા

 

કાર્ડમાં લગ્નની કલમો

કાર્ડમાં લખ્યું છે, “લગ્નનો અધિકાર એ ભારતીય બંધારણની કલમ 21 હેઠળ જીવનના અધિકારનો એક ઘટક છે. તેથી, 28 નવેમ્બર 2021, રવિવારના રોજ મારા માટે આ મૂળભૂત અધિકારનો ઉપયોગ કરવાનો સમય છે.” આમંત્રણમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “જ્યારે વકીલો લગ્ન કરે છે, ત્યારે તેઓ ‘હા’ નથી કહેતા, તેઓ કહે છે – ‘અમે નિયમો અને શરતો સ્વીકારીએ છીએ’.”

 

સોશિયલ મીડિયામાં કાર્ડ વાયરલ

બંધારણ પર આધારિત લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થયું છે. જ્યારે કેટલાકે મજાકમાં કહ્યું કે તેઓએ આમંત્રણ વાંચ્યા પછી CLAT અભ્યાસક્રમનો અડધો ભાગ પૂર્ણ કર્યો છે, જ્યારે કેટલાકને આશ્ચર્ય થયું કે શું આ દંપતીના લગ્ન કોર્ટ-થીમ આધારિત હશે. એક યુઝરે કહ્યું, ‘આ કોર્ટના સમન્સ જેવું છે. બીજાએ કહ્યું, “આ માણસ હજુ પણ તેના નામમાં ‘એડવોકેટ’ મુકવાનું ચૂકતો નથી.”

 

ત્રીજા વપરાશકર્તાએ મજાકમાં કહ્યું, “આ આમંત્રણ વાંચીને અડધો CLAT અભ્યાસક્રમ આવરી લેવામાં આવ્યો છે.” કોઈએ સૂચન કર્યું, “પંડિતની જગ્યાએ કોઈ ન્યાયાધીશને બેસાડો.” તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું “સજાવટ વિશે વિચારી રહ્યા છીએ… કોર્ટની થીમ.”

 

 

આ પણ વાંચોઃ SURAT : તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટના અમલીકરણ અન્વયે મુખ્યમંત્રીએ આ કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

 

આ પણ વાંચોઃ DRDO Jobs: DRDOમાં એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી, આ રીતે કરો અરજી

Published On - 6:39 pm, Fri, 26 November 21

Next Article