જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ‘સ્વેગ’ હવે બજારમાં! જોધપુરમાં ધડાધડ વેચાઈ રહી છે જેકેટ,જુઓ Video

સોશિયલ મીડિયા પર એક પછી એક નવા ટ્રેન્ડ સતત આવતા રહેતા હોય છે. કેટલીક વખત ટીવી સીરિયલ અને બોલિવૂડના અભિનેતા અને અભિનેત્રી જેવા કપડાં પહેરવાનો પણ એક અલગ ટ્રેન્ડ ચાલતો હોવાનું આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ રાજસ્થાનના જોધપુરમાં આવેલી એક દુકાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો સ્વેગ હવે બજારમાં! જોધપુરમાં ધડાધડ વેચાઈ રહી છે જેકેટ,જુઓ Video
Lawrence Bishnoi Video
| Updated on: Nov 22, 2026 | 9:58 AM

સોશિયલ મીડિયા પર એક પછી એક નવા ટ્રેન્ડ સતત આવતા રહેતા હોય છે. કેટલીક વખત ટીવી સીરિયલ અને બોલિવૂડના અભિનેતા અને અભિનેત્રી જેવા કપડાં પહેરવાનો પણ એક અલગ ટ્રેન્ડ ચાલતો હોવાનું આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ રાજસ્થાનના જોધપુરમાં આવેલી એક દુકાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જો કે લોરેન્સ બિશ્નોઈ ઘણા વર્ષાથી જેલમાં છે, છતા જોધપુરની એક દુકાનનો વાયરલ થયેલા વીડિયોના કારણે તે વધુ ચર્ચા છે. રાજસ્થાનના જોધપુરમાં આવેલી એક દુકાન હાલમાં આ કુખ્યાત ગેંગસ્ટર સાથે જોડાયેલી જેકેટ્સ વેચી રહી છે. જે પોશાક એક સમયે ખાસ કરીને લોરેન્સની વ્યક્તિગત છબી સાથે સંકળાયેલો હતો, તે હવે સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ બની ગયો છે.

કેવી રીતે વાયરલ થયું લોરેન્સ બિશ્નોઈનું જેકેટ ?

સોશિયલ મીડિયા પર ગેગસ્ટર લોરેન્સ બિશ્નોઈની જૂની તસ્વીરો વાયરલ થઈ ત્યારથી આ ટ્રેન્ડ શરુ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં તેણે કાળા અને નારંગી રંગની જેકેટ પહેરેલી હતી. થોડા જ સમયમાં, આ જેકેટ તેની ઓળખ બની ગઈ. જે કપડું એક સમયે માત્ર એક કેદી દ્વારા પહેરવામાં આવતું હતું, તે હવે એક એવી ‘વસ્તુ’ બની ગયું છે જેની ઓનલાઇન ભારે માંગ જોવા મળી રહી છે. આ વીડિયોમાં સોશિયલ મીડિયા યુઝર્સે અનેક કોમેન્ટ કરી છે અને વીડિયોમાં 25 હજારથી વધારે લાઈક અને 1 હજાર જેટલી કોમેન્ટ કરી છે. જેમાં લોકોએ કટાક્ષ ભરી કોમેન્ટ પણ કરી છે.

કોણ છે લોરેન્સ બિશ્નોઈ? 

લોરેન્સ બિશ્નોઈ દેશના ચર્ચિત ગેંગસ્ટરોમાંનો એક છે. ચંડીગઢમાં કોલેજના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી રાજકારણ સાથે જોડાયા બાદ તેની સામે મારામારી, હત્યાના પ્રયાસ અને લૂંટ સહિતના ગંભીર ગુનાઓના કેસ નોંધાયા હતા. સમય જતાં તેનું નેટવર્ક પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સુધી ફેલાયું હોવાનો પોલીસનો દાવો છે.

આ પણ વાંચો : ગધેડાને બનાવી લીધી પોતાની પર્સનલ રાઈડ! કૂતરાની મસ્તી જોઈને હસી પડશો, Video થયો વાયરલ

Follow Us
Loading...
Unable to load recommendations.