TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ક્યારેય કોઈએ વિચાર્યું છે કે દવાનાં પેકેટમાં દસ ટેબલેટ જ કેમ હોય છે?

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: ક્યારેય કોઈએ વિચાર્યું છે કે દવાનાં પેકેટમાં દસ ટેબલેટ જ કેમ હોય છે?
Tv9 Gujarati 'Hasya no Dayro'
| Edited By: | Updated on: Nov 05, 2021 | 9:40 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

ક્યારેય કોઈએ વિચાર્યું છે કે દવાનાં પેકેટમાં દસ ટેબલેટ જ કેમ હોય છે?
?????
જાણકારી માટે જણાવી દઉં…..
આ પ્રથા, જ્યારે રાવણને માથું દુખતું હતું ત્યારે એણે જ ચાલુ કરાવી હતી.

2

ટીચરઃ માછલી કેમ બોલી શકતી નથી?
રઘોઃ પાણીમાં મોઢું નાખીને તમે જોઈ શકો છો કે અવાજ નિકળે છે કે નહીં?

3

મિત્રએ મને પૂછ્યું : તારા સુખી દાંપત્યનું રહસ્ય શું છે?

મારો જવાબ : એ એના રસ્તે.. અને..

 

હું પણ એના જ રસ્તે.!
😃

4

પત્નીની આંગળી પર લોહી જોઈને પતિએ આંગળી પરનું લોહી ચુસીને ફૂંક માર્યું.
પત્ની પ્રેમાળ અવાજે બોલીઃ અરે આવું શા માટે કરો છો? આ તો મારાથી મચ્છર મરી ગયું એનું લોહી છે.
મોરલ ઓફ ધ સ્ટોરીઃ પ્રેમમાં આંધળા ન થવાય.

5

આજે એક ભાઈ મળ્યા.
એમણે કહ્યું કે ઓળખો છો?
મેં કહ્યુંઃ યાદ નથી આવતું…. ફેસબુક પર કે વોટ્સએપ ગૃપમાં???
એણે કહ્યુંઃ બાર વર્ષથી તમારી સામેનાં ઘરમાં રહું છું

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

ATM Fraud : એટીએમનો ઉપયોગ કરતી વખતે આ બાબતોને જરૂરથી ધ્યાનમાં રાખો, બચી જશે તમારી મહેનતના પૈસા

આ પણ વાંચો –

Desi Jugad : આ વ્યક્તિએ જુગાડ લગાવીને સીડી પર ચઢાવ્યો ભારે સામાન, સોશિયલ મીડિયામાં Video Viral

આ પણ વાંચો –

Technology: શું તમે જાણો છો આઇફોનનો પ્રખ્યાત લોગો શું કામમાં આવે છે ? લોગોમાં છે આ ખાસ ફિચર, જાણો વિગત

Follow Us
Loading...
Unable to load recommendations.