Viral Video : માથા પર 32 ઈંટ ઉપાડતા મજૂરનો વીડિયો જોઈ આનંદ મહિન્દ્રા પણ થઈ ગયા આશ્ચર્યચકિત, જુઓ Video

|

Aug 16, 2021 | 2:11 PM

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મજૂર તેના માથા પર વધુ પડતો ભાર ઉઠાવી રહ્યો છે. આ વીડિયો (Video) જોયા બાદ આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra) પણ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

Viral Video : માથા પર 32 ઈંટ ઉપાડતા મજૂરનો વીડિયો જોઈ આનંદ મહિન્દ્રા પણ થઈ ગયા આશ્ચર્યચકિત, જુઓ Video
Viral Video

Follow us on

Viral Video : ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા કામમાં વ્યસ્ત રહ્યા બાદ પણ તે હંમેશા લોકો સાથે પોતાના વિચારો શેર કરતા જોવા મળે છે. ઉપરાંત તેમના ફોલોઅર્સ (Followers) પણ ઝડપથી પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે તે જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયોમાં એક વ્યક્તિ તેના માથા પર ઈંટોના ઉઠાવીને સંતુલિત (Balance) કરતો જોવા મળી રહ્યો છે.

મજુરોનું જીવન જોખમોથી ભરેલું છે : આનંદ મહિન્દ્રા

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ તેના માથા પર એક પછી એક ઈંટો મૂકી રહ્યો છે. આ વીડિયો એક બાંધકામ સાઇટ (Construction Sight) પરનો હોય તેવુ લાગી રહ્યુ છે. આનંદ મહિન્દ્રાએ આ વ્યક્તિની કુશળતાની પ્રશંસા કરી અને વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપ્શનમાં લખ્યું કે, “મજુરોનું જીવન જોખમોથી ભરેલું છે.”

આનંદ મહિન્દ્રાએ પોતાની ટ્વિટમાં (Tweet) લખ્યું કે, ‘કોઈએ પણ જોખમી શારીરિક શ્રમ કરવો જોઈએ નહિ, પરંતુ આ માણસની મહેનતની એક કલા તરીકે પ્રશંસા કરવી જોઈએ. વધુમાં લખ્યું કે, કોઈને ખબર છે કે આ વીડિયો ક્યાંનો છે ? શું ત્યાં કર્મચારીઓ માટે ઓટોમેટિક મશીનો (Automatic Machine) ઉપલબ્ધ કરાવી શકાય એમ છે ?’

યુઝર્સે પ્રતિક્રિયાઓ આપી 

આ વીડિયો જોયા બાદ ટ્વિટર યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. જેમાં એક યુઝરે લખ્યું, “સર, જો આ કામ ઓટોમેટિક મશીનથી થાય અને જો આ વ્યક્તિ અન્ય કામ કરવામાં કુશળ ન હોય, તો તે અને તેના જેવા ઘણા લોકો આજીવિકા ગુમાવશે.” અન્ય એક યુઝરે (Users) લખ્યું કે, જો આ લોકો સખત મહેનત ન કરે તો તેમને બે વખતની રોટલી પણ નસીબ થતી નથી.

 

આ પણ વાંચો:Viral Video: માત્ર 18 સેકન્ડમાં બે લિટર સોડા પીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વીડિયો જોઈને તમારા પણ ઉડશે હોંશ !

આ પણ વાંચો: રાનુ મંડલે ‘બચપન કા પ્યાર’ ગાઇને ખેંચ્યુ લોકોનું ધ્યાન, Video સોશિયલ મીડિયા પર વાયરલ

Next Article