Video : ઇન્ટરનેટ પર છવાયો આ મજૂરનો વીડિયો, લોકોએ કહ્યું “આ તો Matrix ફિલ્મ જેવું થઈ ગયું”

|

Sep 13, 2021 | 3:11 PM

સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક મજુરનો વીડિયો ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે જોઈને તમને પણ આશ્વર્ય થશે. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વિટર પરથી @fred035schultz નામના એકાઉન્ટ પરથી આ રમુજી વીડિયો શેર કરવામાં આવ્યો છે.

Video : ઇન્ટરનેટ પર છવાયો આ મજૂરનો વીડિયો, લોકોએ કહ્યું આ તો Matrix ફિલ્મ જેવું થઈ ગયું
Labor video goes viral on social media

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક રમૂજી વીડિયો વાયરલ થાય છે. કેટલાક લોકો ઈન્ટરનેટ પર પ્રભુત્વ મેળવવા માટે અનોખી પ્રવૃતિ કરતા જોવા મળે છે. પરંતુ ઘણી વખત કોઈ વ્યક્તિ કંઈ પણ કર્યા વગર ઈન્ટરનેટ પર છવાઈ જાય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મજૂર જે રીતે કાર્ય કરી રહ્યો છે, જે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક મજૂરો (Labour) પાણીની મોટી પાઈપો પકડતા જોવા મળે છે. આ પાઈપોમાંથી પાણી ખૂબ બળથી બહાર આવી રહ્યું છે. આ દરમિયાન, એક કામદાર પાઇપ સંભાળી શકતો નથી અને હવામાં ડાઇવિંગ (Diving) શરૂ કરે છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે તેની સાથે કામ કરતા કામદાર સાથે આવુ કશુ થતુ નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જુઓ વીડિયો

યુઝર્સ આપી રમુજી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વિટર પરથી @fred035schultz નામના એકાઉન્ટ પરથી આ રમુજી વીડિયો શેર કરવામાં આવ્યો છે. સાથે કેપ્શનમાં લખ્યું છે, “કામદાર પાઇપનો ઉપયોગ નથી કરી રહ્યો, પરંતુ પાઇપ કામદાર સાથે રમી રહી છે.” લોકો આ વીડિયોને (Video) ખુબ પસંદ કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા પણ જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, વીડિયો જોયા બાદ મને લાગે છે કે “આ હોલીવુડ ફિલ્મ મેટ્રિક્સ હતી.”

 

આ પણ વાંચો: Video : ફૂટબોલ મેચ દરમિયાન દર્શકોએ બચાવ્યો બિલાડીનો જીવ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો: Video : ગજરાજે ગણપતિના ચરણોમાં ઝુકાવ્યુ શીશ ! લોકોએ કહ્યું “આવી ભક્તિ પહેલા ક્યારેય જોઈ નથી”

Published On - 3:07 pm, Mon, 13 September 21

Next Article