Oscar Award મળ્યા બાદ RRRના સોન્ગ પર ઝૂમી ઉઠી દુનિયા, કોરિયન એમ્બેસીના સભ્યો ફરી ‘નાટુ નાટુ’ પર નાચ્યા

Natu natu song: ઓસ્કારમાં નોમિનેશન અને એવોર્ડ મેળવવા પહેલા પણ નાટુ નાટુ સોન્ગની ભારે ફેન ફોલોઈંગ હતી. હાલમાં ઓસ્કાર મળ્યા બાદ ફરી એકવાર નાટુ નાટુ સોન્ગ અને તેના ડાન્સ સ્ટેપ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Oscar Award મળ્યા બાદ RRRના સોન્ગ પર ઝૂમી ઉઠી દુનિયા, કોરિયન એમ્બેસીના સભ્યો ફરી નાટુ નાટુ પર નાચ્યા
korean embassy members Viral Video
| Edited By: | Updated on: Mar 14, 2023 | 6:08 PM

ઓસ્કાર એવોર્ડ 2023ની જાહેરાત કરવામાં આવી છે અને આ વખતે સાઉથ મૂવી આરઆરઆરએ ઈતિહાસ રચ્યો છે. બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં RRRનું ગીત નાટુ નાટુ જીત્યું છે. ઓસ્કાર એવોર્ડ વીનિંગ તેલુગુ ફિલ્મ ‘RRR’ નું નાટુ નાટુ સોન્ગ જેમાં રામ ચરણ, N. T. રામા રાવ જુનિયર છે. ઓસ્કારમાં નોમિનેશન અને એવોર્ડ મેળવવા પહેલા પણ નાટુ નાટુ સોન્ગની ભારે ફેન ફોલોઈંગ હતી. હાલમાં ઓસ્કાર મળ્યા બાદ ફરી એકવાર નાટુ નાટુ સોન્ગ અને તેના ડાન્સ સ્ટેપ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

56 સેકન્ડના આ વીડિયોમાં એમ્બેસીના કર્મચારીઓ આ ગીતના સિગ્નેચર ડાન્સ મૂવ કરતા જોવા મળે છે. પહેલા બે મહિલાઓ તેના પર ડાન્સ કરતી જોવા મળે છે, પરંતુ થોડીવાર પછી બે પુરુષો પણ તેમાં જોડાવા આવે છે. આ ચાર લોકો સાથે મળીને આ ગીતની સિગ્નેચર મૂવ કરતા જોવા મળે છે. આ પહેલા 10 માર્ચે કોરિયન એમ્બેસીના લોકો આ જ ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો કોરિયન એમ્બેસીએ જ ટ્વીટ કર્યો હતો.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પહેલા પણ નાચ્યા હતા કર્મચારીઓ

ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવનાર ફિલ્મ RRRનું નાટુ-નાટુ સોન્ગ ઓસ્કાર માટે નોમિનેટ થયું હતું. પરંતુ ઓસ્કાર પહેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફર્ટિનિટીએ આ સોન્ગને બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અપાવ્યો હતો. આ ખાસ અવસર 25 ફેબ્રુઆરીના રોજ કોરિયન એમબેસીએ આ સોન્ગ પર ખાસા ડાન્સ કર્યો હતો જે ખુબ વાયરલ થયો હતો. વડાપ્રધાન મોદીએ પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.