Knowledge : સ્કૂટીના ટાયર, બાઇકના ટાયર કરતા કેમ નાના હોય છે?

|

Sep 17, 2022 | 7:33 PM

Knowledge : શોધ અને અભ્યાસો પરથી તેણે દુનિયા અને અવકાશના રહસ્યો વિશે જાણકારી મેળવી છે. આ બધી શોધ, ટેકનોલોજી અને તેની પાછળના કારણો જાણવામાં કદાચ આપણને વર્ષો લાગી જાય. આ અહેવાલમાં તમને એક એવી જ વાત જાણવા મળશે.

Knowledge : સ્કૂટીના ટાયર, બાઇકના ટાયર કરતા કેમ નાના હોય છે?

Follow us on

Knowledge News : આદિમાનવ કાળમાં જે પણ શોધ થઈ તે માનવજાત માટે એક વરદાન સાબિત થઈ. જેમ કે પૈડાની શોધ. પૈડાની શોધને કારણે માનવજાતને બળડગાડા, ઘોડાગાડી વગેરે વિશેની જાણ થઈ. ત્યારબાદ સાઈકલ, બાઈક, સ્કૂટી, કાર, ટ્રક, ટ્રેન અને પ્લેનની શોધ આપણી ધરતી પર થઈ. માનવની દરેક શોધ સાથે તેમાં નાના-મોટા ફેરફાર પણ થયા. માણસના મગજને કારણે માનવજાતિએ ઘણો વિકાસ કર્યો છે. માણસ આજે અવકાશ સુધી પણ પહોંચ્યો છે. શોધ અને અભ્યાસો પરથી તેણે દુનિયા અને અવકાશના રહસ્યો વિશે જાણકારી મેળવી છે. આ બધી શોધ, ટેકનોલોજી અને તેની પાછળના કારણો જાણવામાં કદાચ આપણને વર્ષો લાગી જાય. આ અહેવાલમાં તમને એક એવી જ વાત જાણવા મળશે.

તમે તમારી આજુબાજુ રોજ અનેક ગાડી, સ્કૂટી અને બાઈક જોઈ જ હશે. તમને ક્યારેકને ક્યારેક એ સવાલ થયો જ હશે કે સ્કૂટી અને બાઈકના ટાયર વચ્ચે તફાવત કેમ હોય છે. કેમ સ્કૂટીના ટાયર નાના અને બાઈકના ટાયર મોટા હોય છે. આ સવાલ ઘણા લોકો રમૂજમાં ભૂલી જતા હોય છે. પણ આ પણ એક જાણવા જેવી વાત છે. તેના પાછળ પણ એક ખાસ કારણ છે. હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં તમને આના વિશે જાણવા મળશે. જેની જાણકારી તમે તમારા મિત્રો સાથે પણ શેયર કરી શકશો.

આ રહ્યો એ વાયરલ વીડિયો

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

આ વાયરલ વીડિયોમાં જે જાણવા મળે છે તે ખરેખર મહત્વની છે. આપણે ઘણીવાર આ સવાલને મજાકમાં કાઢી નાખ્યે છે કે સ્કૂટી છોકરીઓ માટે છે તેથી તે નાની અને તેના ટાયર પણ નાના હોય છે. પણ નહીં આના પાછળ એક વિશેષ કારણ છે. આ વાયરલ વીડિયો અનુસાર, સ્કૂટી માત્ર શહેરની અંદર ચલાવવા માટે બનાવવામાં આવી છે, જ્યારે બાઈકને લાંબા અંતર માટે. તેથી સ્કૂટીના ટાયર નાના અને બાઈકના ટાયર મોટા હોય છે. બીજું એક કારણ એ પણ છે કે સ્કૂટીમાં સામન મુકવા માટે ડીકી અને આગળના ભાગમાં જગ્યા આપવામાં આવે છે. જો તેમાં બાઈક જેવા ટાયર રાખવામાં આવે તો આ જગ્યા મળી શકે એમ નથી. આ કારણે સ્કૂટીના ટાયર, બાઇકના ટાયર કરતા  નાના હોય છે.

Next Article