Viral Video : બાળકે એક્શન સિક્વન્સમાં ફોડી નાખ્યુ ટીવી ! વીડિયો જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો

બાળકોને ટીવી પર તેમના મનપસંદ કાર્ટૂન જોવા ખુબ જ ગમે છે, પરંતુ જો તે ટીવીના એક્શન સિક્વન્સ કોપી કરે તો ? શું પરિણામ આવે તે તમે જાણો છો.

Viral Video : બાળકે એક્શન સિક્વન્સમાં ફોડી નાખ્યુ ટીવી ! વીડિયો જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો
Kid breaks TV
| Edited By: | Updated on: Aug 25, 2021 | 2:03 PM

Viral Video : ઈન્ટરનેટ પર અવાર નવાર બાળકોના વીડિયો વાયરલ થાય છે, જેમાં કેટલાક વીડિયો જોઈને લોકો ખુબ હશે છે, જ્યારે કેટલાક વીડિયોને જોઈને આશ્વર્યચકિત પણ થઈ જવાય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક ટીવીના એક્શન સિક્વન્સની કોપી કરતો જોવા મળી રહ્યો છે.

બાળકો હંમેશા ટીવીમાં જોવા મળતા સીનની કોપી કરતા જોવા મળતા હોય છે, ત્યારે આ વાયરલ વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે, એક બાળક એનિમેટેડ એક્શન સિક્વન્સમાં એટલો ડૂબી ગયો કે તે હીરોની મદદ કરવા માટે હાથમાં જે આવે તે ઉપાડીને ટીવી પર ફેંકે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, ટીવી તુટી જાય છે છતા તે ટીવી પર પ્લાસ્ટિકના રમકડા ફેકવામાં મશગુલ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને બાળકનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે. ઉપરાંત એક્શન (Action) કરતો આ બાળક પણ વીડિયોમાં સુપર હિરો (Super Hero) જેવો લાગી રહ્યો છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્વિટર એકાઉન્ટ @nowthisnews પરથી શેર કરવામાં આવ્યો છે, જેમાં કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે,”ક્યુટ બાળકે તેના સુપરહિરોની મદદ કરવા માટે તેના મમ્મીનું ટીવી ફોડી નાખ્યુ”. આ વીડિયો હાલ લોકોને ખુબ  પસંદ આવી રહ્યો છે. લોકો આ વીડિયો (Video) એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા પણ જોવા મળી રહ્યા છે.

જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ બાળકને રોકવા માટે કોઈ નથી, જ્યારે અન્ય એક યુઝર્સ (Users) લખ્યું કે, બાળકના માતા-પિતાએ તેની સાથે ક્વોલિટી સમય પસાર કરવો જોઈએ. ઉપરાંત કેટલાક લોકો કટાક્ષ કરતા પણ જોવા મળ્યા.

લોકોની પ્રતિક્રિયા 

 

આ પણ વાંચો: Viral Video : વ્યક્તિએ ઉતાવળમાં રેલવે ફાટક પાર કરવાની કરી કોશિશ, પછી જે થયુ એ જોઈને તમે પણ રહી જશો દંગ !

આ પણ વાંચો: Funny Video : લગ્નમાં રમત રમતમાં ભડક્યા સંબધીઓ, પછી જે થયુ એ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો !

Follow Us