વિદેશની ધરતી પર ગુજરાતીને ધોળા દિવસે ધમકાવતો ખાલિસ્તાની, જુઓ Viral Video

આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ક્યાંનો છે તેની સ્પષ્ટ રીતે પુષ્ટિ તો નથી થઇ, પરંતુ કેટલાક લોકો તેને લંડનનાં સાઉથહોલનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખાલિસ્તાની ઝંડો લઈને ઉભેલો એક અન્ય વ્યક્તિ આ ગુજરાતી વ્યક્તિની એકદમ નજીક જઈને અને તેમની સામે આંગળી ચીંધીને વુદ્ધ વ્યક્તિને ધમકી આપે છે.

વિદેશની ધરતી પર ગુજરાતીને ધોળા દિવસે ધમકાવતો ખાલિસ્તાની, જુઓ Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Mar 23, 2023 | 2:56 PM

છેલ્લાં ઘણાં દિવસોથી વિદેશની ધરતી પર ખાલિસ્તાનીઓએ ખાલીસ્તાનની માંગ ઉગ્ર બની છે. ખાસ કરીને પંજાબમાં ખાલિસ્તાની સમર્થકોના નેતા અમૃતપાલ સિંહના ગુમ થયા બાદ આ હંગામો ઓસ્ટ્રેલિયા, યુકે, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં વધ્યો છે. આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક ખાલિસ્તાની ગુજરાતીને ધમકી આપતો હોય તવું જોવા મળે છે.

આ પણ વાચો: લંડનમાં ખાલિસ્તાની સમર્થકોને ભારતીયોનો જડબાતોડ જવાબ, દેશભક્તિના ગીતો પર સ્થાનિક પોલીસે પણ કર્યો ડાન્સ, જુઓ Video

વાયરલ થયેલો આ વિડીયો ક્યાંનો છે તેની સ્પષ્ટ રીતે પુષ્ટિ થઇ શકી નથી, પરંતુ લોકો તેને લંડનનાં સાઉથહોલ વિસ્તારનો હોવાનું કહી રહ્યાં છે. આ વિડીયોમાં અનેક ખાલિસ્તાનીઓ એક જગ્યાએ ખાલિસ્તાની ઝંડાઓ લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હોવાનું જોવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન તેમની પાછળથી એક ઉંમર લાયક ગુજરાતી પસાર થાય છે જે કોઈ એક ખાલિસ્તાની સમર્થક સાથે ચર્ચા કરી રહ્યાં હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

 

 

તારા ઘરમાં ઘૂસીને લડાઈ કરીશું

આ ચર્ચા જોઇને હાથમાં ખાલિસ્તાની ઝંડો લઈને ઉભેલો એક અન્ય વ્યક્તિ આ ગુજરાતી વ્યક્તિની એકદમ નજીક જઈને અને તેમની સામે આંગળી ચીંધીને વુદ્ધ વ્યક્તિને ધમકી આપે છે. આ ખાલિસ્તાનીએ ગુજરાતીને ધમકી આપતાં જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેને કહ્યું કે, ગુજરાતીઓ સારી રીતે સમજી જજો એવી થપ્પડ મારીશ કે તુ દેખાઇસ નહી. મૂંગા મૂંગા લંગર જમો. તારી પૂર્વજો ગૌમૂત્ર પી ને ઘણા નાટકો કર્યા છે, દરેક ગુજરાતીને કહું છુ કે જો હવે લડાઈ શરૂ થઇ તો તારા ઘરમાં ઘૂસીને લડાઈ કરીશુ. જા જઈને ગૌમૂત્ર પી, અને થાય એ કરી લેજે.

અમૃતપાલ સિંહના ભાગવા બાદ ખાલિસ્તાનીઓના તોફાનો વધ્યા

એક ખાલિસ્તાનીએ ગુજરાતીને ધમકી આપી છે આ વિડીયો ક્યા દિવસે શૂટ કરવામાં આવ્યો છે, તેના વિષે કોઈ માહિતી નથી, પરંતુ હાલમાં જે રીતે વિદેશમાં અમૃતપાલ સિંહના ભાગવા બાદ જે રીતે ખાલિસ્તાનીઓના તોફાનો વધ્યા છે, તે જોતા આ વિડીયો હાલનો જ હોવાનું લાગી રહ્યું છે. આ વિડીયો પરથી એ પણ સાબિત થાય છે કે વિદેશમાં ભારતીય કચેરીઓ જ નહીં પરંતુ વિદેશમાં વસતા ભારતીયો પણ ખાલિસ્તાનીઓથી સુરક્ષિત નથી.

વ્યક્તિ વગર વાકે ખુલ્લી ધમકી આપી જાય

પોતાનાં દેશમાં કડક કાયદાઓ સ્થિત હોવાની જણાવતા US, UK, ઓસ્ટ્રેલિયા તેમજ કેનેડા જેવા દેશોમાં કોઈ નાગરિકને કોઇપણ અન્ય વ્યક્તિ વગર વાકે ખુલ્લી ધમકી આપી જાય એ હવે આ વીડિયો વાયરલ થયા બાદ નવાઈ પમાડે તેવું નથી.