
રીલ્સ બનાવવાનો ક્રેઝ ફક્ત યુવાનો પૂરતો મર્યાદિત નથી, પરંતુ હવે મધ્યમ વયના લોકો પણ લાઈક્સ, વ્યૂઝ અને કોમેન્ટ્સ મેળવવા માટે હદ વટાવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા જાહેરમાં બંદૂક લઈને નાચતી જોવા મળી રહી છે. આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરથી સામે આવી રહી છે, જ્યાં નેટીઝન્સ હાઇવે પર હથિયાર પ્રદર્શિત કરનારી આ મહિલા સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
આ મહિલાની ઓળખ શાલિની પાંડે તરીકે થઈ છે, જે @salinipanday60 હેન્ડલથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવે છે. તેને 60 હજારથી વધુ લોકો ફોલો કરે છે. મહિલાએ પોતે પોતાના વીડિયોમાં દાવો કર્યો છે કે આ રીલ કાનપુર-દિલ્હી હાઈવે પર ક્યાંક શૂટ કરવામાં આવી છે.
x હેન્ડલ @MishraRahul_UP પરથી આ વીડિયો શેર કરીને, યુઝરે યુપી પોલીસ અને અન્ય અધિકારીઓને ટેગ કર્યા છે અને મહિલા સામે કડક કાર્યવાહીની માગ કરી છે. વાયરલ વીડિયોમાં, લીલી સાડી પહેરેલી મહિલા હાઈવેની વચ્ચે બંદૂક લઈને બુંદેલખંડી ગીત પર નાચતી જોઈ શકાય છે.
#कन्नौज : लाइसेंसी शस्त्र के साथ हाईवे पर रील बनाकर किया प्रदर्शन जांच का विषय हो सकता है महोदय तत्काल संज्ञान लेकर उचित कार्रवाई करें आरोपियों के खिलाफ@Uppolice @igrangekanpur @adgzonekanpur @kannaujpolice @kanpurnagarpol @wpl1090
क्या क्या देखना पड़ रहा है pic.twitter.com/FpgdCzR7BZ
— Mishra Rahul ब्राह्मण (@MishraRahul_UP) July 9, 2025
યુપી પોલીસે આ મામલાની નોંધ લીધી છે અને મહિલા સામે યોગ્ય કાર્યવાહીનું વચન આપ્યું છે. x પોસ્ટના જવાબમાં યુપી પોલીસે કહ્યું કે, મહિલા કાનપુરની રહેવાસી છે, જેણે કાનપુર નગર જિલ્લા વિસ્તારમાં આ વીડિયો બનાવ્યો હતો. કાનપુર નગર પોલીસને આ સંદર્ભમાં જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Funny Video : દારુના ચક્કરમાં બાબુ ભૈયા ! દારૂની દુકાનની ગ્રીલમાં ફસાવી દીધું માથું, આ રીતે કાઢ્યું બહાર, જુઓ Video
(Disclaimer: અહીં આપવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હિંસા કરવી અને રસ્તા વચ્ચે આવી રિલ્સ કરવી તે ગુનો બને છે. Tv9 ગુજરાતી આવા ન્યૂઝને પ્રોત્સાહન આપતું નથી.)
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.