Kam ni Vaat: શું તમે તમારા આધારકાર્ડને ( aadhar card) ચૂંટણી કાર્ડ (Election card) સાથે કર્યું લિંક ? જો બાકી હોય તો જાણી લો કે તમે ત્રણ અલગ અલગ રીતથી આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે લિંક (Link) કરી શકો છો. આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ,, આ બંને દસ્તાવેજ એવા છે જે દરેક વ્યક્તિ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે કે પછી બીજા ઘણા કામ માટે આ બંને દસ્તાવેજની (Document) જરૂર પડતી હોય છે. ત્યારે આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે લિંક કરવું પણ જરૂરી છે. જો આપે હજુ સુધી આ બન્ને કાર્ડ લિંક ના કર્યા હોય તો આજનો આ એપિસોડ છે તમારા માટે.
– સૌ પ્રથમ સત્તાવાર પોર્ટલ voterportal.eci.gov.inની મુલાકાત લો.
– જેમાં મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, વોટર આઈડીનો ઉપયોગ કરી લોગ ઈન કરો.
– હવે વિગતો ભરી સ્ક્રીન પર દેખાતા ફીડ આધાર નંબર પર ક્લિક કરો.
– જરૂરી વિગત ભર્યા બાદ Submit બટન પર ક્લિક કરો.
– મેસેજ ટાઈપ કરો, <મતદાર આઈડી નંબર> <આધાર નંબર>
– મેસેજ ટાઈપ કર્યા બાદ આ મેસેજ 166 અથવા 51969 પર SMS મોકલો.
– આ સિવાય તમે લિંક કરવા માટે બૂથ લેવલ ઓફીસરનો સંપર્ક પણ કરી શકો છો.
Published On - 6:19 pm, Fri, 4 February 22