Video : જુગાડથી આ યુવકે સ્કૂટરનો નકશો બદલી નાખ્યો, લોંગ ડ્રાઈવ પર નીકળેલા યુવકને જોઈને લોકો હસીને લોટ પોટ થયા

આ દિવસોમાં એક જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક જે રીતે જુગાડથી સ્કૂટર તૈયાર કરે છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video :  જુગાડથી આ યુવકે સ્કૂટરનો નકશો બદલી નાખ્યો, લોંગ ડ્રાઈવ પર નીકળેલા યુવકને જોઈને લોકો હસીને લોટ પોટ થયા
Jugaad Scooter
| Edited By: | Updated on: Jan 14, 2022 | 12:37 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર જુગાડ (Jugaad Video) સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક જુગાડ જોઈને યુઝર્સ પણ મોઢામાં આંગળા નાખી જાય છે.સામાન્ય રીતે જુગાડથી કોઈ પણ મુશ્કેલ કામ પણ સરળતાથી થઈ જાય છે.ઈન્ટરનેટ પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે.જેમા એક યુવકે જે રીતે દિમાગ લગાવીને સ્કૂટરને (Scooter) નવુ બનાવ્યુ છે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

વિચિત્ર સ્કૂટર ચર્ચાનો વિષય બન્યો

દેશી જુગાડનો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ યુવકે સ્કૂટરનો જુગાડ દ્વારા નકશો જ બદલી નાખ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ સ્કૂટર હવે આગળથી નહી પરંતુ પાછળથી ચાલી રહ્યુ છે.

એટલે કે આ યુવકે સ્કૂટરનુ હેન્ડલ પાછળની તરફ લગાવ્યુ છે.એટલુ જ નહી આ સ્કૂટરમાં સીટ પણ નથી યુવક નીચે બેઠેલો જોવા મળે છે.લોંગ ડ્રાઈવ પર નીકળેલા આ યુવકનો જોઈને લોકો પણ હસવા લાગ્યા. આ રમુજી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

યુઝર્સ આ રમુજી વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Bhutni_ke_memes પરથી શેર કરવામાં આવ્યો છે.આ રમુજી વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે.આ રમુજી વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આ યુવકે જુગાડથી સ્કૂટરને વિચિત્ર કરી નાખ્યુ.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, શું યુવકે દિમાગ લગાવ્યુ છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Commenst) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : ચાલાક ચોરના વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, આંખના પલકારામાં મોબાઈલ ઝૂંટવી ગઠિયો થયો ફરાર