ગાય સાથે મજાક-મસ્તી કરવી આ વ્યક્તિને પડી ભારે, Viral Videoમાં જુઓ તે વ્યક્તિની કેવી થઈ હાલત

સોશિયલ મીડિયાના થોડા સેકેન્ડના વીડિયો માટે આવા કામ કરતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. તમે આ વીડિયો જોઈને ચોંકી જશો અને છેલ્લે હસી પણ પડશો.

ગાય સાથે મજાક-મસ્તી કરવી આ વ્યક્તિને પડી ભારે, Viral Videoમાં જુઓ તે વ્યક્તિની કેવી થઈ હાલત
Viral Video
Image Credit source: TWITTER
| Edited By: | Updated on: Jul 22, 2022 | 11:34 PM

ઘણા લોકોને વિચિત્ર આદતો હોય છે. જેને જોઈને એક વિચાર આવે કે આમને કોઈ બીજા કામ કાજ નથી? તે બેરોજગાર છે કે આવા વિચિત્ર કામો કરે છે. તમે આવા ઘણા લોકો તમારી આસપાસ જોયા હશે. બાઈકને ઝીકઝેક ચલાવવી, જોરજોરથી હોર્ન વગાડવુ, ટ્રેનમાં સ્ટંટ કરવા અને રસ્તાના પ્રાણીઓને હેરાન કરવુ આ બધા વિચિત્ર કામો તમે તમારી આસપાસ જોયા જ હશે. આવા લોકો સામાજિક શાંતિને ભંગ કરતા હોય છે. આવા લોકોને અસમાજિક તત્વો કહેવાય છે. કેટલાક લોકો સોશિયલ મીડિયાના (Social Media) થોડા સેકેન્ડના વીડિયો માટે આવા કામ કરતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. તમે આ વીડિયો જોઈને ચોંકી જશો અને છેલ્લે હસી પણ પડશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે છોકરાઓ એક ઓવરબ્રિજ પરથી ગીત ગાતા આવે છે અને ત્યાં બેઠેલી ગાયોને પોતાની હરકતોથી હેરાન કરવા લાગે છે. તેને હેરાન કરતા કરતા આગળ વધે છે કે તરત જ એક ગાય તેની હિલચાલ જોઈને તેના પર હુમલો કરે છે. ગાયે જે રીતે વ્યક્તિને લાત મારી તે જોઈને સમજી શકાય છે કે તે વ્યક્તિને કેટલી ખતરનાક ઈજા થઈ હશે. તેની સાથે સાથે તેઓ ત્યાંથી ભાગતા પણ જોવા મળે છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયોને ટ્વિટર પર @Alphatoonist નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારોની સંખ્યામાં લાઈક્સ મળી છે અને લાખોની સંખ્યામાં વ્યુઝ મળ્યા છે. લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે.એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે, ‘જૈસે કરની વૈસી ભરની કહેવાય.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ”આવુ કરનારા લોકો સાથે આવું જ હોવું જોઈએ.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. તે લોકોએ આ વીડિયોમાંથી બોધપાઠ લેવો જોઈએ, જેઓ થોડી મિનિટોની મજા માટે પ્રાણીઓની છેડતી કરે છે.