Janmashtami : જન્માષ્ટમીના તહેવાર નિમિતે લોકો સોશિયલ મીડિયા આ રીતે આપી રહ્યા છે શુભેચ્છા !

જન્માષ્ટમી એટલે કે ભગવાન કૃષ્ણની જન્મજયંતી ગોકુલ-મથુરા સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયાના (Social media)પર પણ લોકો એકબીજાને ખાસ રીતે શુભેચ્છા આપી રહ્યા છે. હાલ ટ્વિટર પર #KrishnaJanmashtami હેશટેગ ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યુ છે.

Janmashtami : જન્માષ્ટમીના તહેવાર નિમિતે લોકો સોશિયલ મીડિયા આ રીતે આપી રહ્યા છે શુભેચ્છા !
janmashtami 2021
| Edited By: | Updated on: Aug 30, 2021 | 12:24 PM

Janmashtami : આજે દેશભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. જો કે આ વખતે કોરોના સંક્રમણને (Covid 19) કારણે કેટલાક નિયંત્રણો પણ મુકવામાં આવ્યા છે.

જન્માષ્ટમીના તહેવાર નિમિતે સોશિયલ મીડિયા (Soical Media) પર લોકો સવારથી જ એકબીજાને જન્માષ્ટમીની શુભેચ્છાઓ મોકલી રહ્યા છે. જેને કારણે ઇન્ટરનેટ પર જન્માષ્ટમી ટ્રેન્ડ થઈ રહ્યુ છે.

સોશિયલ મીડિયા યુઝર્સ જન્માષ્ટમીને લઈને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, જેને કારણે ટ્વિટર પર #KrishnaJanmashtami ખુબ ટ્રેન્ડ થઈ રહ્યુ છે. આ તહેવાર નિમિતે અભિનંદન આપતા એક યુઝર્સ (Users) લખ્યું કે, “જન્માષ્ટમીના પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ દરેકની સાથે રહે.” જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યું કે “જન્માષ્ટમીનો તહેવાર આપણા જીવનમાં ખુશીનું પ્રતીક છે.”

 

સોશિયલ મીડિયા પર યુઝર્સ એકબીજાને આપી રહ્યા છે શુભેચ્છા

 

જન્માષ્ટમીની શુભકામનાઓ સાથે યુઝર્સ દ્વારા ઇન્ટરનેટ (Internet)પર ફોટા શેર કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીના દિવસે ભગવાનના સુંદર વસ્ત્રથી લઈને મંદિરના શણગાર સુધીની તૈયારીઓ કરવામાં આવતી હોય છે. જો તમે પણ તમારા પ્રિયજનોને શ્રી કૃષ્ણના જન્મદિવસના શુભ પ્રસંગે શુભેચ્છા પાઠવવા માંગો છો, તો તમે અહીં આપેલી શુભેચ્છાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવી શકો છો.

 

આ પણ વાંચો: Viral Video : મિત્રોએ કંઈક આ અંદાજમાં ઉજવ્યો જન્મદિવસ, વીડિયો જોઈને લોકોએ કહ્યું ‘કોઈને આવા મિત્રો ન મળવા જોઈએ’

આ પણ વાંચો: Funny Video : બાઇક સવારે સંતુલન ગુમાવતા બાઈક ઘરમાં ઘૂસી ગઈ ! વીડિયો જોઈને સુનીલ ગ્રોવરે કહ્યુ “પિયા ઘર આયા “