IPL Cricket Commentary : ભોજપુરી કોમેન્ટ્રીએ વધારી IPLની મજા, ટ્વીટર પર ફની Video અને મીમ્સ વાયરલ

|

Apr 04, 2023 | 5:13 PM

Cricket Match Bhojpuri Commentary : IPLની ભોજપુરી કોમેન્ટ્રીની ક્લિપ્સ ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. આ વખતે આઈપીએલ કોમેન્ટ્રી 12 ભાષાઓમાં થઈ રહી છે. IPL મેચો પર ભોજપુરીમાં કોમેન્ટ્રી કરનારાઓમાં બીજેપી સાંસદ અને અભિનેતા રવિ કિશન એક મહત્વનું નામ છે. રવિ કિશનની ભોજપુરી કોમેન્ટ્રી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

IPL Cricket Commentary : ભોજપુરી કોમેન્ટ્રીએ વધારી IPLની મજા, ટ્વીટર પર ફની Video અને મીમ્સ વાયરલ

Follow us on

તમારી પોતાની ભાષામાં તમને ગમતી રમત જોવા કરતાં વધુ આનંદ શું હશે. એટલા માટે આ વખતે ‘IPL 2023’ના લોન્ચિંગ સાથે, ક્રિકેટની ભોજપુરી કોમેન્ટ્રી ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભોજપુરી સુપરસ્ટાર અને રાજનેતા રવિ કિશને પોતાની ભોજપુરી કોમેન્ટ્રી કરી રહ્યા છે. ચાહકોને તેની ભોજપુરી ભાષા ખૂબ પસંદ છે. તમને જણાવી દઈએ કે, IPL મેચોના ડિજિટલ અધિકારો Jio સિનેમા પાસે છે,

IPL મેચોની કોમેન્ટ્રી અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, પંજાબી, ઉડિયા, બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને ભાષામાં સાંભળી અને જોઈ શકાય છે. ભોજપુરી.. યૂઝર્સ ટ્વિટર પર ભોજપુરી કોમેન્ટ્રીનો તેમનો મનપસંદ વીડિયો પણ પોસ્ટ કરી રહ્યાં છે. આ દરમિયાન કેટલાક મીમ્સ અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

IPL 2023 ભોજપુરી વર્ઝન અદ્ભુત છે!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આઈપીએલ 2023માં ખેલાડીઓના પ્રદર્શન કરતા પણ વધુ ભોજપુરી ભાષાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. હિન્દી અને અંગ્રેજી ભાષા કરતાં વધુ ચાહકો ભોજપુરી ભાષામાં IPL 2023નો આનંદ લઈ રહ્યા છે. રવિ કિશનના ડાયલોગ સાંભળીને ચાહકોને ખૂબ મજા પડી ગઈ છે.

આઈપીએલમાં ભોજપુરી કોમેન્ટ્રી કરી રહેલા સાંસદ અને અભિનેતા રવિકિશનએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે T20 દ્વારા દુનિયામાં આપણી ભાષાનો ડંકો વાગી રહ્યો છે. ભોજપુરી સમજનારા 25 કરોડ લોકો માટે આ ઐતિહાસિક ક્ષણ છે. ભોજપુરી કોમેન્ટ્રી દ્વારા બોલ ગોરખપુર છોડીને ગોપાલગંજ પહોંચી રહ્યો છે.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 4:26 pm, Tue, 4 April 23

Next Article