31 માર્ચના રોજ આઈપીએલ 2023ની ધમાકેદાર શરુઆત થઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં શાનદાર ઓપનિંગ સેરેમની માદ ધમાકેદાર અંદાજમાં પ્રથમ મેચ શરુ થી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની આ મેચના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ મેચનું લાઈવ પ્રસારણ જીયો સિમેના પર પણ થાય છે. તેમાં પણ ભોજપૂરી કોમેન્ટ્રીએ ફેન્સને ખુબ હસાવ્યા હતા. તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે.
હવે હિન્દી, અંગ્રેજી સહિત 12 ભાષામાં IPL પર કોમેન્ટ્રી થશે. સ્ટાર સ્પોર્ટ્સ પર હિન્દી, અંગ્રેજી સહિત 9 ભાષામાં કોમેન્ટ્રી થશે. સ્ટાર ટીવી અને જિયો સિનેમામાં અંગ્રેજી, હિન્દી, તમિળ, તેલુગુ, કન્નડ, મરાઠી, ગુજરાતી, બંગાળી, મલયાલમ ભાષાઓમાં કોમેન્ટરી હશે. ઘણા દિગ્ગજ ક્રિકેટરો IPLમાં અનેક ભાષાઓમાં કોમેન્ટ્રી માટે જિયો અને સ્ટાર સ્પોર્ટ્સ પર ડેબ્યુ કરશે, જેમાં મુરલી વિજય, એસ શ્રીસંત, યુસુફ પઠાણ, મિતાલી રાજ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથનો સમાવેશ થાય છે.
मुंह नैखें फोरे के #IPLonJioCinema #bhojpuri #Cricket #ipl #iplopeningceremony #Commentary pic.twitter.com/dUoxXQDxOk
— Ravi Prashant (@IamRaviprashant) March 31, 2023
Bhojpuri IPL commentary pic.twitter.com/kGMA5JxX0w
— Deepjyotichetry (@dsarcasm97) March 31, 2023
Anyone who’s watching IPL on Jio Cinema, put on Bhojpuri commentary you won’t regret pic.twitter.com/0V9mZYixIx
— shubham2.0 (@bhav_paaji) March 31, 2023
Just and enjoy…#MSDhoni #cskvsgt#JioCinemaDelivers#bhojpuri #JioCinemaapp#iplopeningceremony pic.twitter.com/pWyvptVTO2
— Ram murti tiwari (@advocate_ram_) March 31, 2023
આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેવા કેવા લોકો હોય છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હોશિયારી મારવાના ચક્કરમાં ટીમનું નુકશાન થયું. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…