
વર્તમાન સમયમાં યુવાનો સ્પોર્ટ્સ બાઈકને વધુ પસંદ કરે છે. યુવાનો સ્પોર્ટ્સ બાઈકનો ઉપયોગ સ્ટંટ કરવા અને બાઈકને ફુલ સ્પીડમાં ચલાવવામાં માટે કરે છે. બીજી તરફ, કેટલાકને સ્પોર્ટ્સ બાઈકની જગ્યાએ રોયલ એનફિલ્ડની બુલેટ ગમતી હોય છે. હાલમાં, રોયલ એનફિલ્ડની બુલેટ ઈલેક્ટ્રિક સ્ટાર્ટ દ્વારા સ્વિચ ઓન કરતા જ બુલેટ ચાલુ થઈ જાય છે. પરંતુ જૂની રોયલ એનફિલ્ડ ચાલુ કરવી એ નાની વાત નથી. જૂની રોયલ એનફિલ્ડને ચાલુ કરવા માટે, પગથી કીક મારીને ચાલુ કરવામાં આવે છે. જેમાં નાની ભુલને કારણે કિકથી તમને ઈજા પણ થઈ શકે છે.
આ પણ વાંચો : Twitter video : ‘હર-હર શંભુ’ ગીત પર મહિલા શિક્ષિકાનો ડાન્સ થયો વાયરલ, કેનેડિયન લેખક અને પત્રકારે કર્યુ ટ્વિટ
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ જૂની રોયલ એનફિલ્ડને કીક મારીને સ્ટાર્ટ કરતા જોવા મળે છે. આ દરમિયાન, તે બુલેટને બે-ત્રણ કિક મારતા જોવા મળે છે. અને પછી તે આરામથી ધક્કો મારીને રોયલ એનફિલ્ડને ખૂબ જ હળવી કિકથી સ્ટાર્ટ કરે છે. જેને જોઈને યુઝર્સ અચંબામાં પડી ગયા છે.
સોશિયલ મીડિયા પર વીડિયોઝ ઝડપથી યુઝરનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર sayed.omer.siddique નામના યુઝરે પોતાની પ્રોફાઈલ પર શેર કર્યો છે. અત્યાર સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર 19 લાખથી વધુ વ્યૂઝ અને 90 લાખથી વધુ લાઈક્સ મળી છે. યુઝર્સ સતત તેના પર કોમેન્ટ કરતા અને પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે.