જો તમે સોશિયલ મીડિયાની દુનિયામાં એક્ટિવ રહો છો તો તમને એવી વસ્તુઓ જોવા મળશે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તેમાં કેટલાક દ્રશ્યો એવા હોય છે કે જેને જોઈને લોકોનો દિવસ બની જાય છે અને તેઓ તે વીડિયો વારંવાર જોતા રહે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને યુઝર્સને પરસેવો છૂટી જાય છે. જેમાં બસને દોરડા પર બાંધીને ખાઈને પાર કરતા જોવા મળે છે.
આ પણ વાંચો : લગ્નના મંડપમાં આખલાએ મચાવ્યો આતંક, લોકોની હાલત થઈ ખરાબ ! જુઓ આ Funny Viral Video
ઘણીવાર આપણે પર્વતીય રાજ્યોમાં રહેતા લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે દોરડાના ઝૂલાનો આશરો લેતા જોઈએ છીએ. જેની મદદથી તે આશ્ચર્યજનક રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો જોવા મળે છે. અત્યાર સુધી આ દોરડાની મદદથી માણસો અને અમુક સામાન લાવતા અને લઈ જતા જોવા મળે છે. આ જ વીડિયોમાં દોરડાની મદદથી બસને મોકલવામાં આવી રહી છે તે જોઈને બધા દંગ રહી જાય છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર એન્જિનિયરિંગ ટેક્નોલોજી નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આમાં નેપાળનું એક સુદૂર ગામ જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં એક બસને લોખંડની મજબૂત પટ્ટી પર દોરડાની મદદથી લટકાવીને એક ઊંચા સ્થાનેથી બીજી જગ્યાએ મોકલવામાં આવી રહી છે. આ દરમિયાન બસ ખાઈ ઉપરથી મુસાફરી કરતી જોવા મળે છે.
જોકે, વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે લોકોને આ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ બસ મોકલવાનો ઘણો અનુભવ છે અને તેઓ આ કામ પહેલીવાર નથી કરી રહ્યા. તે જ સમયે, બસ દોરડાની મદદથી હવામાં ઝૂલે છે અને બીજી તરફ નીકળી જાય છે. વીડિયો જોયા બાદ યુઝર્સ દંગ રહી ગયા છે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Published On - 10:16 am, Thu, 26 January 23