Insta Viral Video : બાજ પક્ષી ઉપર ભારે પડી ગઈ ચિતે કી ચાલ, ચિત્તા સાથેનો અટકચાળો બાજને ભારે પડી ગયો જુઓ Viral Video

|

Jan 19, 2023 | 12:39 PM

Insta Viral Video: ચિત્તાની દોડવાની ઝડપને કોઈ આંબી શકતું નથી અને તે શિકાર પર નીકળે ત્યારે વનરાજ પણ પાછા પડી જાય તેવી સ્થિતિ હોય છે આવા સમયે એક બાજ પક્ષીએ ચિત્તાને છંછેડી નાખતા ચિત્તો જાણે રોષે ભરાયો હતો અને પછી તેણે બાજની જે દશા કરી તેનો video viral થઈ ગયો છે.

Insta Viral Video : બાજ પક્ષી ઉપર ભારે પડી ગઈ ચિતે કી ચાલ, ચિત્તા સાથેનો અટકચાળો બાજને ભારે પડી ગયો જુઓ Viral Video
Wildlife viral video of leopard and falcon

Follow us on

Insta Viral Video:  બાજીરાવ મસ્તાની ફિલ્મનો રણવીર સિંહનો એક ડાયલોગ છે કે ચિત્તે કી ચાલ ઔર બાજ કી નઝર પર સંદેહ નહીં કરતે, હાલમાં થયેલો વાયરલ વીડિયો જાણે આ જ બાબતની પુષ્ટિ કરે છે આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ચિત્તો કેવી રીતે બાજના અટકચાળાનો જવાબ આપે છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કોઈએ બિનજરૂરી રીતે કોઈને ચીડવવું જોઈએ નહીં, ક્યારેક પરિણામ ઘાતક હોય છે અને આપણે આપણા જીવન સાથે કિંમત ચૂકવવી પડે છે. આ બાબતો જંગલની દુનિયામાં પણ લાગુ પડે છે અને આનાથી સંબંધિત આ વાયરલ વીડિયો ખૂબ જાણીતો થયો છે.

શિકારી જ થઈ ગયો શિકાર!

બાજ, ગરુડ એવા પક્ષી છે જે વિશ્વમાં સૌથી મોટા શિકારી પક્ષી માનવામાં આવે છે. આ ઉપરાંત, વિશ્વના તમામ પક્ષીઓની તુલનામાં, સૌથી વધુ ઉડતું પક્ષી ગરુડ છે. તે આકાશમાં ખૂબ જ ઝડપથી ઉડે છે. તેની દૃષ્ટિ એટલી તેજ છે કે તે આકાશમાંથી જ પોતાના શિકારને જુએ છે અને પછી નીચે આવીને તરત જ તેના પર હુમલો કરે છે. પરંતુ કેટલીકવાર આ શિકારીઓ ભૂલો પણ કરે છે અને જેની કિંમત તેમને તેમના જીવન સાથે ચૂકવવી પડે છે. આવું જ કંઈક આ દિવસોમાં સામે આવ્યું છે. જ્યાં એક બાજ પક્ષીએ ચિત્તાને પોતાનો શિકાર બનાવવાની ભૂલ કરી અને આ ભૂલની બાજને મોટી કિંમત ચૂકવવી પડી છે.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

 

વિડિયોમાં જોઈ શકો છો કે ચિત્તા  આરામથી ઉભો છે અને તે સમયે  બાજ પક્ષી તેનો કાન પકડીને તેને ચીડવે છે. પક્ષીની આ અવળચંડાઈથી ચિત્તાનો ગુસ્સો આસમાને પહોંચી જાય છે અને તે રાહ જુઓ છે કે પક્ષી ઉડીને ક્યાં જાય છે  બાજ પક્ષી ટોચ પર બેસે કે તરત જ તે આંખના પલકારામાં ઝાડની ડાળી ઉપર પહોંચી જાય છે અને બાજને પકડી લે છે  આ હુમલો એટલો જોરદાર હતો કે શિકારી પક્ષીને સમજવા માટે એક ક્ષણ પણ ન મળી

ચિત્તાની દોડવાની ઝડપને કોઈ આંબી શકતું નથી અને તે શિકાર પર નીકળે ત્યારે વનરાજ પણ પાછા પડી જાય તેવી સ્થિતિ હોય છે આવા સમયે એક બાજ પક્ષીએ ચિત્તાને છંછેડી નાખતા ચિત્તો જાણે રોષે ભરાયો હતો અને બાજની પાછળ છોડીને તેને ઝાડ ઉપરથી પકડી લે છે. ચિત્તા સાથે જ્યારે બાજ પક્ષીએ ઉદ્ધાતાઈ કરી તો ચિત્તો તેની પાછળ જ પડી ગયો અને  બાજને ઝડપીને તેનો શિકાર કરી નાખ્યો હતો.

Next Article