Viral: આનંદ મહિન્દ્રાએ હૃદય સ્પર્શી આ તસવીરને ગણાવી 2021ની સૌથી શ્રેષ્ઠ તસવીર

|

Jan 01, 2022 | 8:57 AM

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. તે પોતાના ચાહકોને વિવિધ પ્રકારની પોસ્ટ દ્વારા જાગૃત રાખે છે. તાજેતરમાં, તેઓએ સોશિયલ મીડિયા પર એક હૃદય સ્પર્શી ફોટો શેર કર્યો છે.

Viral: આનંદ મહિન્દ્રાએ હૃદય સ્પર્શી આ તસવીરને ગણાવી 2021ની સૌથી શ્રેષ્ઠ તસવીર
Anand Mahindra shared photo

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોઈ પણ વીડિયો કે પોસ્ટ આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની વાત કરીએ તો તેઓ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર દરરોજ કોઈને કોઈ વીડિયો કે પોસ્ટ શેર કરતા રહે છે. તેમની કેટલીક પોસ્ટ ફની હોય છે તો કેટલીક પ્રેરણાદાયી હોય છે.

હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર જે પોસ્ટ વાયરલ થઈ રહી છે, તેમાં એક હૃદય સ્પર્શી (Heart touching Photo) ફોટો જોવા મળે છે. આ જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. તેમની આ પોસ્ટ દરેકને ખૂબ જ આકર્ષી રહી છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરને આનંદ મહિન્દ્રા (Anand mahindra)એ પોતાના ઓફિશિયલ ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર શેર કરી છે. તસવીર શેર કરતા તેઓએ તેના કેપ્શનમાં લખ્યું- આ વર્ષની સૌથી ફેવરિટ તસવીર છે. માફ કરશો, મને ફોટોગ્રાફરનું નામ ખબર નથી.

આ તસવીર કોઈએ ઇનબોક્સ કરી છે. આ તસ્વીર દ્વારા સખત મહેનત, આશાને સમજી શકાય છે. આ પણ જીવન છે. જ્યારથી તેમની આ પોસ્ટ ઈન્ટરનેટ પર જોવા મળી છે, લોકો તેમની લાઈક્સ અને કોમેન્ટ્સ દ્વારા ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

વાયરલ થઈ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે પિતા-પુત્ર એક લારીમાં છે. પિતા લારીને હાથ વડે ચલાવી રહ્યા છે અને પુત્ર લારી ઉપર બેસી અભ્યાસ કરી રહ્યો છે. આ તસવીર હૃદય સ્પર્શી છે. આ તસવીરને 31 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. ત્યારે 3 હજારથી વધુ લોકોએ આ તસવીરને રીટ્વીટ કરી છે.

લોકોની પ્રતિક્રિયા વિશે વાત કરતા એક યુઝરે લખ્યું- સર, આ તસવીરમાં ગરીબી અને લાચારી પણ દેખાઈ રહી છે. અન્ય યુઝરે લખ્યું- આ તસવીરમાં એક આશા છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ઘણા બધા ઈમોજી પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Viral: ઠંડીથી બચવા કૂતરાએ કર્યો ટંગળી દાવ, વીડિયો જોઈ લોકો બોલ્યા વાહ શું આઈડિયા છે

આ પણ વાંચો: Vaishno Devi Temple: વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ, અત્યાર સુધીમાં 12 લોકોના મોત, ઘણા ગંભીર રીતે ઘાયલ

Next Article