Trending Video: હિન્દુસ્તાની ભાઈએ તો આબરૂ કાઢી ! સુમો પહેલવાન સાથે પંગો લેવો પડ્યો ભારે, આખરે રિંગમાં એવું શું થયું?

સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. વાત એમ છે કે, ઈવેન્ટ વચ્ચે અચાનક પહોંચેલા એક અસલી જાપાની સુમો પહેલવાન સાથે એક ભારતીય શખ્સે પંગો લઈ લીધો. હવે જિમની ટ્રેનિંગના જોરે સુમોને હલાવવા ગયેલા ભાઈ સાથે રિંગમાં શું ખેલ થયો, એ તો વાયરલ વીડિયોમાં તમને ખબર પડશે.

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ તો આબરૂ કાઢી ! સુમો પહેલવાન સાથે પંગો લેવો પડ્યો ભારે, આખરે રિંગમાં એવું શું થયું?
| Updated on: Aug 26, 2026 | 7:06 PM

સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે શું જોવા મળી જાય, કઈ કહી શકાય નહીં. કેટલીય વાર એવા નજારા જોવા મળી જાય છે કે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. અવારનવાર કોર્પોરેટ ઈવેન્ટ્સમાં ફોર્મલ કપડાં, પ્રેઝન્ટેશન અને ગંભીર ચર્ચાઓ જોવા મળતી હોય છે.

હવે જો કોઈ ઈવેન્ટની વચ્ચે જ અચાનક એક અસલી જાપાની સુમો પહેલવાન આવી જાય અને કોઈ હિન્દુસ્તાની ભાઈ તેની સાથે પંગો લઈ લે, તો કેવો નજારો હશે? સોશિયલ મીડિયા પર આવો જ એક ખૂબ જ મજેદાર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે તમારું હસવું રોકી શકશો નહીં.

પહેલવાન 1 ઈંચ પણ ના હલ્યો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ઈવેન્ટ દરમિયાન કુશ્તીની રિંગ બનાવવામાં આવી છે. રિંગમાં એક તરફ વિશાળકાય સુમો પહેલવાન ઊભો છે, તો બીજી તરફ એક ભારતીય શખ્સ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે ઊભેલો દેખાય છે. શરૂઆતમાં તો શખ્સને લાગે છે કે, કદાચ તે પોતાની પૂરી તાકાત લગાવીને સુમોને હલાવી દેશે.

બસ ત્યારબાદ રેફરી ફાઈટ શરૂ કરવાનો ઈશારો કરે છે. શખ્સ સુમો પહેલવાનને ધક્કો મારવા માટે પોતાનો પૂરો જીવ લગાવી દે છે પરંતુ પહેલવાન તો પોતાની જગ્યાએથી 1 ઈંચ પણ હલતો નથી.

શખ્સ વારંવાર જોર લગાવી રહ્યો હોય છે પરંતુ સુમો પહેલવાન ખાલી સ્માઈલ આપે છે અને અચાનક દાવ બદલી નાખે છે. સુમો પહેલવાન તેને એવી રીતે પકડે છે જાણે કોઈ રમકડું ઊંચક્યું હોય. માત્ર 5 સેકન્ડની અંદર સુમો પહેલવાન તે શખ્સને બંને હાથોથી હવામાં ઊંચકે છે અને ખૂબ જ આસાનીથી રિંગના ગાદલા પર પટકી દે છે.

આ બાદ જે શખ્સ થોડી સેકન્ડ પહેલાં સ્વેગ બતાવી રહ્યો હતો, તે જમીન પર પડતાં જ સીધો ઘૂંટણિયે આવી જાય છે. રિંગની બહાર ઊભેલી ભીડ આ નજારો જોઈને તાળીઓ પાડવા લાગે છે અને ખડખડાટ હસી પડે છે.

હજુ લો, સુમો પહેલવાન સાથે પંગો

વીડિયો જોઈને તમારું હસવું પણ ચોક્કસ છૂટી રહ્યું હશે. વિચારતા હશો કે, સુમો પહેલવાન સાથે પંગો લેવો શખ્સને ભારે પડી ગયો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો nilkamal_567 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને મોટી સંખ્યામાં લોકો જોઈ ચૂક્યા છે.

એટલું જ નહીં, વીડિયો પર લોકો જબરદસ્ત કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ભાઈએ વિચાર્યું હતું કે જીમની ટ્રેનિંગ અહીં કામ આવશે પણ સુમો ભાઈએ તો બધા ભ્રમ તોડી નાખ્યા. એક અન્ય યુઝરે મજા લેતાં લખ્યું કે, આને કહેવાય પોતાની ઓકાતનો અંદાજ આવવો, 5 સેકન્ડ પણ ટકી ન શક્યો.

Trending Video : મુંબઈ લોકલ ટ્રેનની બહાર લટકી મુસાફરી કરતી જોવા મળી મહિલા, વીડિયો ચોંકી લોકો ચોંક્યા

Follow Us
Loading...
Unable to load recommendations.