IND vs PAK: ભારતીય ટીમની પાકિસ્તાન સામે એશિયા કપમાં શાનદાર જીત બાદ વીડિયો મીમ થયો Viral

ભારતે બીજી બેટીંગ કરતા અંતિમ ઓવરમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વિનિંગ સિક્સની મદદથી મેચમાં જીત મેળવી હતી. એશિયા કપની 15મી સિઝનની બીજી મેચ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી

IND vs PAK: ભારતીય ટીમની પાકિસ્તાન સામે એશિયા કપમાં શાનદાર જીત બાદ વીડિયો મીમ થયો Viral
Viral Memes flooded the internet after India's win over Pakistan
| Edited By: | Updated on: Aug 29, 2022 | 7:53 PM

ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેની મેચ બોર્ડરની બંને બાજુના દેશના લાખો ક્રિકેટ ચાહકો માટે કોઈ ભવ્ય ઉજવણીથી ઓછી નથી. સમગ્ર રમત દરમિયાન એક અલગ જ ઉત્સાહ હોય છે અને લાગણીઓ મેચ સાથે જોડાયેલી હોય છે. એવું જ કંઈક 28 ઓગસ્ટના રોજ રવિવારના ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પછી જોવા મળ્યું હતું. એશિયા કપ 2022 (Asia Cup 2022)ના ગ્રુપ ‘એ’ ના એક મહત્વપૂર્ણ મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને એક રોમાંચક મુકાબલામાં 5 વિકેટથી માત આપી હતી.

ભારતે બીજી બેટીંગ કરતા અંતિમ ઓવરમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વિનિંગ સિક્સની મદદથી મેચમાં જીત મેળવી હતી. એશિયા કપની 15મી સિઝનની બીજી મેચ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી તે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેન્ડીંગ હતી. તે મેચને હોટસ્ટારના ઓટીટી પ્લેટફોર્મ પર 1.7 કરોડથી વધુ વ્યુવરશીપ મળી હતી. સોશિયલ મીડિયા પણ વાયરલ વીડિયો અને મીમ્સ સાથે મેચની ચર્ચા કરી રહ્યું હતું.

વીડિયો મીમ થયો હતો વાયરલ

ભારતીય ટીમે પાકિસ્તાનને પ્રથમ મેચમાં કચડ્યું હતું બાદમાં ઈન્ટરનેટ પર ઘણા વીડિયો મીમ (Viral Meme) વાયરલ થયા હતા. જેમાંનો એક વીડિયો મીમ ભારતીય ટીમના પાંચ ખેલાડીઓનો એડિટ કરીને મૂકવામાં આવ્યો હતો, જેમાં ટીમના ખેલાડીઓ ડાન્સ કરતા દેખાય છે. Lala @FabulasGuy નામ ના એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ લાઈક કર્યો છે તો તેમાં 4 લાખથી વધુ વ્યુઝ આવ્યા છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે પણ શેર કર્યો વીડિયો મીમ

ફેન્સની સાથે સાથે પૂર્વ ક્રિકેટરો પણ આ હરોળમા્ં જોડાયા હતા અને વાયરલ મીમ વીડિયો શેયર કર્યા હતા. પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે શેર કરેલા વીડિયોમાં અત્યાર સુધી 37 હજારથી વધુ લાઈકસ આવ્યા છે તો 6 લાખથી વધુ વ્યુઝ આવ્યા છે. જાફરે શેર કરેલા વીડિયોમાં બંને દેશોના ફેન્સની મનોસ્થિતિની વાત કરવામાં આવી છે કે જેમાં બંને ટીમ મેદાન પર લડી રહી છે તેમ ફેન્સ સોશિયલ મીડિયા પર લડી રહ્યા છે.