Amazing Video: રસ્તા વચ્ચે પોલીસકર્મીએ દેખાડી પોતાની આવડત, રેલાવ્યા સંગીતના સૂર

Viral Video: સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ હજારો વીડિયો વાઈરલ થાય છે, પરંતુ તેમાંથી મુંબઈ પોલીસના કોન્સ્ટેબલે વાંસળી પર વગાડેલી મધુર ધૂન સૌના દિલ જીતી ગઈ.

Amazing Video: રસ્તા વચ્ચે પોલીસકર્મીએ દેખાડી પોતાની આવડત, રેલાવ્યા સંગીતના સૂર
The police play the flute
| Edited By: | Updated on: May 11, 2022 | 2:43 PM

એક હૃદયસ્પર્શી વીડિયો (Amazing Video) ઓનલાઈન વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોલીસ કોન્સ્ટેબલ 1997માં આવેલી ફિલ્મ બોર્ડરના (Border) પ્રખ્યાત ગીત ‘સંદેશ આતે હૈ’ની (Sandeshe aate hain) ધૂન પર વાંસળી વગાડતો જોવા મળે છે. વીડિયોમાં તમે એક પોલીસ કર્મચારીને રોડની બાજુમાં ખુરશી પર બેસીને વાંસળી વગાડતા જોઈ શકો છો. આ દરમિયાન ઘણા વધુ પોલીસકર્મીઓ પણ ત્યાં હાજર જોવા મળે છે. જ્યારે એક ટ્રાફિક કોપ તેની બાજુમાં ઉભો છે અને જોઈ રહ્યો છે. એટલું જ નહીં રસ્તા પર ફોન અને બ્લૂટૂથ સ્પીકર પણ મૂકવામાં આવ્યા છે. હાલમાં વીડિયોમાં દેખાતા પોલીસકર્મીનું નામ જાણી શકાયું નથી, પરંતુ તેના દ્વારા વગાડવામાં આવેલી ધૂન લોકોને પસંદ આવી રહી છે.

મુંબઈ પોલીસવાળાએ રસ્તા પર વગાડી આ ધૂન

આ વીડિયો વડાલા માટુંગા સાયન ફોરમ (Wadala Matunga Sion Forum) દ્વારા ટ્વિટર પર કેપ્શન સાથે અપલોડ કરવામાં આવ્યો હતો. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ‘કઈક આવું જ રેક માર્ગ વડાલા વેસ્ટમાં સન્ડે સ્ટ્રીટ પર જોવા મળ્યું હતું.’ જણાવી દઈએ કે આ વીડિયો મુંબઈના વડાલામાં રફી અહેમદ કિડવાઈ માર્ગ પર રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે અને લોકોએ આ મ્યુઝિકલ પરફોર્મન્સને ખૂબ પસંદ કર્યું છે.

જૂઓ આ અદ્ભૂત વીડિયો…

આ વીડિયો ટ્વિટર પર @WadalaForum નામના એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે. વીડિયો શેયર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, આ વીડિયો મુંબઈના વડાલામાં રફી અહેમદ કિડવાઈ માર્ગ પર રેકોર્ડ કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 41.8 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે અને ઘણા લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે.

રોહિતની ફિલ્મનું વગાડ્યું હતું મ્યુઝિક

જણાવી દઈએ કે આ પહેલા હિમાચલ પોલીસના (Himachal Police) કર્મચારીઓ પણ નેશનલ ટીવી પર પોતાનું કૌશલ્ય બતાવી ચુક્યા છે અને ઘણી પ્રશંસા મેળવી છે. હિમાચલ પોલીસના બેન્ડ ‘ધ હાર્મની ઓફ પાઈન’ એ ખાનગી ચેનલના શો હુનરબાઝમાં આકર્ષક પ્રદર્શન આપીને ટોચના બારમાં સ્થાન મેળવ્યું હતું. ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી અને કરણ જોહરે પણ શોમાં તેના ખૂબ વખાણ કર્યા હતા. આ દરમિયાન પોલીસ ટીમે રોહિતની ફિલ્મનું મ્યુઝિક પણ વગાડ્યું હતું, ત્યારબાદ રોહિતે હિમાચલ પોલીસની ટીમને પણ પોતાની ફિલ્મમાં ગ્રાઉન્ડ મ્યુઝિક આપવા માટે આમંત્રણ આપ્યું હતું.