Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે.તાજેતરમાં ઈન્ટરનેટ પર એક અંતિમ યાત્રાનો ઈમોશનલ વીડિયો(Emotional Video) સામે આવ્યો છે. દુનિયામાં એવા બહુ ઓછા લોકો હોય છે, જેમને મૃત્યુ પછી પણ દુનિયા યાદ કરે છે. અને તેને એ રીતે વિદાય આપે છે કે એ પળ પણ યાદગાર બની જાય. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ અંતિમ યાત્રાનો (Funeral) અદભુત નજારો જોઈને તમે પણ ભાવુક થઈ જશો.
અંતિમ યાત્રામાં જોવા મળી એકતા
તાજેતરમાં જ લંડનમાં રહેતા 62 વર્ષીય હસન દરવીશ (Hasan Darvish) નામના વ્યક્તિનું નિધન થયું હતું. મળતા અહેવાલ અનુસાર તે આઈસ્ક્રીમ વેચવાનું કામ કરતો હતા. તે લગભગ 40 વર્ષથી આઈસ્ક્રીમ વેચવાનુ કામ કરી રહ્યા હતા. જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યારે તેને દફનાવવા માટે કેમ્બરવેલ કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, આ દરમિયાન તેની અંતિમ યાત્રાના વાહન પાછળ ઘણી ટ્રકો દોડતી જોવા મળી હતી. આ તમામ ટ્રક આઈસ્ક્રીમ વિક્રેતાઓની (Ice-cream Vendor)હતી જેઓ હસન દરવીશની અંતિમ યાત્રામાં હાજરી આપવા આવ્યા હતા.
જુઓ વીડિયો
just witnessed an ice cream man’s funeral and all the ice cream vans came and followed in solidarity I AM SOBBING pic.twitter.com/bJhyJj4JoK
— Louisa Davies (@LouisaD__) December 17, 2021
ઈમોશનલ વીડિયો થયો વાયરલ
હસન દરવેશની અંતિમ યાત્રાનો આ અદ્ભુત નજારો જોઈને લોકો પણ ભાવુક થયા છે. જોકે કેટલાક લોકોનુ કહેવુ છે કે, બ્રિટનમાં આઈસ્ક્રીમ કોમ્યુનિટીમાં આ પ્રથા લાંબા સમયથી ચાલી રહી છે કે જ્યારે પણ કોઈ આઈસ્ક્રીમ વેચનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેની અંતિમ યાત્રામાં અન્ય આઈસ્ક્રીમ વેચનાર લોકો તેમની ટ્રક લઈને તે યાત્રામાં જોડાય છે.
તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી louaisa Davies નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ ઈમોશનલ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Funny Video : ભારે કરી ! લગ્નના દિવસે જ દુલ્હને લગ્ન કરવાનો કર્યો ઈનકાર, કારણ જાણીને તમને પણ હસવુ આવશે