Prank Video: પત્ની સાથે રમૂજ કરવી વ્યકિતને પડ્યું ભારે, એક જ ઝાટકે થયું હજારોનું નુકસાન

આ ફની પ્રૅન્ક વીડિયો સોશિયલ મીડિયા (Funny Prank Video) પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 10 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 2 લાખ 44 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Prank Video: પત્ની સાથે રમૂજ કરવી વ્યકિતને પડ્યું ભારે, એક જ ઝાટકે થયું હજારોનું નુકસાન
husband wife funny prank video
| Edited By: | Updated on: May 02, 2022 | 1:38 PM

આજના સમયમાં સોશિયલ મીડિયા (Social Media) એક વિશાળ પ્લેટફોર્મ બની ગયું છે. જ્યાં દરરોજ હજારો પ્રકારના વીડિયો અપલોડ અને વાયરલ (Viral Video) થાય છે. જેમાં પતિ-પત્ની સાથે જોડાયેલા વીડિયો પણ સામેલ હોય છે. કેટલાક વીડિયો લોકોને થોડા ભાવુક કરી દે છે, પરંતુ મોટાભાગના વીડિયો ખૂબ જ ફની હોય છે. જેને જોયા પછી તેમના હાસ્યને કાબૂમાં રાખવું મુશ્કેલ બની જાય છે.

આવો જ એક ફની વીડિયો (Funny Video) આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે પતિ-પત્નીનો છે. આ વીડિયોમાં પતિ ફોન પર કોઈની સાથે વાત કરતી પત્ની સાથે મજાક કરવાની ભૂલ કરે છે. તે પછી તેની સાથે શું થશે, ન તો તેણે તેના વિશે વિચાર્યું, ન તો તમે કદાચ કલ્પના કરી શકો. લોકો આ ફની વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

કહેવાય છે કે પત્નીઓ અગ્નિના ગોળા જેવી હોય છેૉ. તેની સાથે ક્યારેય ચેડા કરવાની ભૂલ ન કરવી જોઈએ, નહીં તો તે આગ બધાને બાળી નાખે છે. જો કે તે વ્યક્તિ તેની પત્નીને સરપ્રાઈઝ આપવા માંગતો હતો, પરંતુ પત્નીએ જે કર્યું તેનાથી તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો અને એક જ ઝટકામાં તેણે હજારો રૂપિયા ગુમાવી દીધા. વાસ્તવમાં પતિ તેની પત્નીને મોબાઇલ ફોન ગિફ્ટ કરવા માંગે છે, પરંતુ તેની રીત તેને જ ભારે પડી.

વીડિયો જુઓ:

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પતિ કેવી રીતે લેપટોપ પર કામ કરી રહ્યો છે, ત્યારે જ પત્ની ફોન પર વાત કરતી વખતે તેની પાસે આવીને ઊભી રહે છે. આ પછી પતિ તેના હાથમાંથી મોબાઈલ લઈ લે છે અને હસતાં-હસતાં સામે રાખેલા પાણીના જગમાં મૂકી દે છે. બસ એટલું જ કર્યું હતું કે, પત્ની ગુસ્સાથી લાલ થઈ ગઈ અને પતિને પાઠ ભણાવવા માટે તેનું લેપટોપ તોડી નાખ્યું. આ પછી પતિ બિચારો માથું પકડે છે અને તેની પત્નીને ખેદભરી નજરે જોઈને તેને એક નવો મોબાઈલ ફોન ભેટમાં આપે છે. પછી પત્ની ખુશીથી ત્યાંથી નીકળી જાય છે.

આ ફની પ્રૅન્ક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 10 મિલિયન વ્યૂઝ મળ્યા છે, જ્યારે 2 લાખ 44 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે.

આ  પણ વાંચો:  Amazing Video: કપાળ પર મજેદાર મસાજ કરતા શિશુએ કંઈક આપ્યા આવા અદ્ભૂત રિએક્શન

આ  પણ વાંચો:  Funny Video: ચકલી પર પણ ચડ્યું Pushpaનું ભૂત, શ્રીવલ્લી ગીત પર જૂઓ જબરદસ્ત ડાન્સ