જંગલના પોતાના કાયદા કાનૂન છે. જો તમારે અહીં જીવવું હોય તો કોઈ કોઈએ મૃત્યુનો સામનો કરવો જ પડશે. અહીં શિકારી પોતે ક્યારે શિકાર બને છે તે કહેવું પણ મુશ્કેલ છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે. જેમાં એક ભેંસએ બબ્બર સિંહના હાલ બેહાલ કરે છે. આ પછી સિંહ(Lion viral Videos)ની જે હાલત થાય છે તેની તમે કલ્પના પણ નહીં કરી હોય.
ભેંસ (Buffalo) તેના શિંગડા વડે સિંહને ઉપાડે છે અને જાણે તે ‘જંગલનો રાજા’ નથી, પણ કોઈ બિલાડી હોય તેમ તેને મારે છે. વીડિયો જોઈને લાગશે કે આજે આ સિંહનું આવી બન્યું છે. જો કે, લોહીલુહાણ થયા પછી પણ સિંહ ભેંસ પર પૂરા જોશથી હુમલો કરવાનું ચાલુ રાખે છે.
તમે સોશિયલ મીડિયા પર સિંહ અને ભેંસ વચ્ચેની લડાઈના ઘણા વીડિયો જોયા હશે. પરંતુ વાયરલ થઈ રહેલો આ વીડીયો થોડો અલગ છે. જ્યાં, એક ભેંસ બબ્બર સિંહ પર ભારે પડી છે. આ વીડિયો જોયા પછી તમને એવું લાગશે કે જાણે ‘જંગલના રાજા’એ ભેંસની સામે પોતાની હાર સ્વીકારી લીધી હોય. પરંતુ લોહીલુહાણ થયા બાદ પણ સિંહ ભેંસને તેના પંજા વડે પકડવાનો પ્રયાસ કરે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે અલગ-અલગ જગ્યાએ ભેંસોએ પોતાના શિંગડા વડે સિંહ પર વાર કર્યા છે. ભારે રક્તસ્ત્રાવના કારણે સિંહ નબળો પડી રહ્યો હોવાનું જણાય છે. જ્યારે ભેંસને લાગે છે કે સિંહ પડી ગયો છે, ત્યારે તે ત્યાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. પરંતુ પછી સિંહ ફરીથી ઝપટે છે અને તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે.
આ વીડિયો માત્ર 57 સેકન્ડનો છે, પરંતુ દરેક વખતે ભેંસ સિંહ પર ભારે પડતી હોય તેવું જોવા મળે છે. પરંતુ વર્ચસ્વની આ લડાઈમાં કોણ જીતશે તે જાણી શકાયું નથી. જોકે, વીડિયોના અંતમાં જે પ્રકારનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે તે જોઈને લાગે છે કે ભેંસોના ટોળાએ તેનું કામ તમામ કર્યું હશે.
Nature27_12 નામના ઈન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 21 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. જો કે આ વીડિયો જોયા બાદ લોકો ભેંસ માટે ઓછા વખાણ કરી રહ્યા છે, સિંહના મોતનું વધુ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે જંગલના રાજાએ ખોટા સમયે ખોટા પ્રાણી સાથે પંગો કરી લીધો.
આ પણ વાંચો:SURAT : જી.એન બ્રધર્સ હીરા પેઢીના બે ભાગીદારોએ કારીગરો સાથે મળીને કરી રૂ.4.03 કરોડની છેતરપીંડી
આ પણ વાંચો: સમીર વાનખેડેને ન મળ્યું એક્સટેન્શન, 31 ડિસેમ્બરે NCBમાંથી પૂરી થશે સેવા, વિવાદોમાં ઘેરાયેલો રહ્યો કાર્યકાળ