Vaishno Devi Temple Stampede: વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગમાં 12 ના મોત, સોશિયલ મીડિયા પર લોકોએ માગી સલામતીની દુવા

|

Jan 01, 2022 | 11:05 AM

નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ મચી છે, જેમાં ઘણા લોકોના મોત થયા છે, ત્યારથી #Vaishnodevi #VaishnodeviStampede સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડિંગ છે.

Vaishno Devi Temple Stampede: વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગમાં 12 ના મોત, સોશિયલ મીડિયા પર લોકોએ માગી સલામતીની દુવા
Stampede in Mata Vaishno Devi Temple (Jammu and Kashmir)

Follow us on

Vaishno Devi Temple Stampede:નવા વર્ષ નિમિત્તે જમ્મુના વૈષ્ણોદેવી (Vaishno Devi Temple) માતાના મંદિરમાં નાસભાગ મચી હતી. જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી ભવનમાં શનિવારે સવારે નાસભાગ મચી જવાથી અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસને મામલાની માહિતી મળતા જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની સારવાર ચાલી રહી છે.

#Vaishnodevi અને #VaishnodeviStampede જેવા હેશટેગ્સ પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. માતા વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં બનેલી આ ઘટના વિશે જાણીને એક યુઝર્સે લખ્યું કે ‘ખૂબ જ દુઃખ થયું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમામ ઘાયલો ઝડપથી સાજા થાય.’ બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. આ સિવાય ઘણા યુઝર્સે આ હેશટેગ સાથે પોતાનો પ્રતિક્રિયા આપી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આપને જણાવી દઈએ કે સમાચાર લખાય છે ત્યાં સુધી એક ડઝનથી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

આ પણ વાંચો: Vaishno Devi Temple: વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ, અત્યાર સુધીમાં 12 લોકોના મોત, ઘણા ગંભીર રીતે ઘાયલ

આ પણ વાંચો: Viral: આનંદ મહિન્દ્રાએ હૃદય સ્પર્શી આ તસવીરને ગણાવી 2021ની સૌથી શ્રેષ્ઠ તસવીર

Next Article