
CNG Station Viral Video: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના CNG સ્ટેશન પર ગુંડાગીરીની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં એક મહિલા પેટ્રોલ પંપ પર સેલ્સમેનના છાતી પર રિવોલ્વર તાનતી જોવા મળે છે. મહિલાએ સેલ્સમેનને ધમકી આપી કે “એટલી ગોળી મારીશ કે તારો પરિવાર પણ તને ઓળખી ન શકે.”
હરદોઈમાં આવેલ CNG સ્ટેશન પર મહિલા કારમાં ગેસ ભરાવવા આવી હતી. સ્ટાફના સેલ્સમેન દ્વારા ગાડીમાંથી બહાર આવવા જણાવાયું હતું, જેને મહિલાએ અપમાનજનક માન્યું. બાદમાં મહિલાએ ગાડીમાંથી રિવોલ્વર કાઢી અને સીધા સેલ્સમેનના છાતી પર તાન કરી ધમકી આપી. વિડિયો અનુસાર, સાથે આવેલા કેટલાક લોકોએ સેલ્સમેન સાથે વાદવિવાદ કર્યો. એક વ્યક્તિએ સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પણ મહિલા અટકી નહીં.
“इतनी गोली मारूंगी कि घरवाले भी पहचानने से इनकार कर देंगे”
UP के जिला हरदोई में एक कार में CNG भरनी थी। सेल्समैन से कार सवारों को नीचे उतरने को कहा। इस पर विवाद हुआ। महिला ने सेल्समैन के सीने पर रिवॉल्वर तान दी।
महिला अरीबा खां, हुस्नबानो, एहसान खां पर FIR दर्ज, रिवॉल्वर जब्त। pic.twitter.com/KuLAjg48CM
— Sachin Gupta (@SachinGuptaUP) June 16, 2025
પોલિસે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક પગલાં લેતાં મહિલા અને તેના સાથીઓ સામે FIR નોંધાવી છે. રિવોલ્વર જપ્ત કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.
પોલીસે જણાવ્યું કે મહિલાની ઓળખ અરીબા ખાં તરીકે થઇ છે. તેની સાથે હુસ્નબાનો અને એહસાન ખાં પણ ઘટના સમયે હાજર હતા. વાયરલ વિડિયો બાદ નાગરિકોમાં કડક પ્રતિસાદ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ કૃત્યને “ગુંડાગીરી” ગણાવીને તેની નિંદા કરી છે અને કાયદાની કાર્યવાહીની પ્રશંસા કરી છે.
Published On - 5:07 pm, Mon, 16 June 25