વીરને વીર ચક્ર ! પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર કેપ્ટન અભિનંદનને વીર ચક્ર એનાયત,સોશિયલ મીડિયા પર #NationalHeros થયુ ટ્રેન્ડ

27 ફેબ્રુઆરી, 2019 ના રોજ, ગ્રૂપ કેપ્ટન અભિનંદને પાકિસ્તાનની સરહદમાં પ્રવેશતા તેમના F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. બાલાકોટ એરસ્ટ્રાઈકના બીજા જ દિવસે તેણે પાકિસ્તાની ફાઈટર એરક્રાફ્ટનો પણ નાશ કર્યો હતો. આ બહાદુરી માટે તેમને વીર ચક્રથી નવાજવામાં આવ્યા છે.

વીરને વીર ચક્ર ! પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર કેપ્ટન અભિનંદનને વીર ચક્ર એનાયત,સોશિયલ મીડિયા પર  #NationalHeros થયુ ટ્રેન્ડ
Abhinandan Varthaman
| Edited By: | Updated on: Nov 22, 2021 | 2:32 PM

Viral Photos : ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને (Abhinandan Varthaman) સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરી, 2019ના રોજ ગ્રુપ કેપ્ટન અભિનંદને પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ્યા બાદ તેમના F-16 ફાઈટર પ્લેનને તોડી પાડ્યું હતું. તેણે બાલાકોટ એર સ્ટ્રાઈકના બીજા જ દિવસે પાકિસ્તાની ફાઈટર એરક્રાફ્ટનો પણ નાશ કર્યો હતો. આ માટે તેમને અગાઉ શૌર્ય ચક્રથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઝાબાજને વીર ચક્ર મળતા હાલ સોશિયલ મીડિયા પર #AbhinandanVarthaman, #VirChakra અને #NationalHeros ટ્રેન્ડ થઈ રહ્યુ છે. લોકો ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનના ‘વીર ચક્ર’ એવોર્ડની તસવીર શેર કરી રહ્યા છે. આ સાથે તેઓ લખી રહ્યા છે કે, અમને દેશના આ પુત્ર પર ગર્વ છે.

તમને જણાવી દઈએ કે, 27 ફેબ્રુઆરી, 2019ના રોજ વિંગ કમાન્ડ અભિનંદનનું મિગ-21 બાઇસન પ્લેન પાકિસ્તાની F-16 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બોર્ડર પર પહોંચી ગયો હતો, જ્યાં તેણે પેરાશુટની મદદથી લેન્ડિંગ કર્યું હતું. આ પછી સ્થાનિક લોકોએ તેના પર હુમલો કર્યો. બાદમાં અભિનંદનને પાકિસ્તાની સૈનિકોએ પકડી લીધો હતો. આ પછી પાકિસ્તાની સેનાએ અભિનંદનનો એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેની આંખ પર પટ્ટી બાંધેલી હતી અને તે લોહીથી લથપથ જોવા મળ્યો હતો. બે દિવસ પછી 1 માર્ચ, 2019 ના રોજ પાકિસ્તાને તેને ભારતને સોંપ્યો હતો.

 

આ પણ વાંચો: Viral : આ નાની બાળકીએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ ! ખતરનાક સ્ટંટ જોઈને લોકોના ઉડ્યા હોંશ

આ પણ વાંચો: આ ચોરને ધોળા દિવસે ચોરી કરવી પડી ભારે ! ચોરી પકડાઈ જતા જોયા જેવી થઈ, જુઓ Video