ફુલહાર દરમિયાન વરરાજાની હરકતથી દુલ્હન રહી ગઈ દંગ, જૂઓ વીડિયોમાં શું છે મામલો

આ વીડિયો જોયા પછી લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી. (Funny video) કારણ કે વરરાજાની સ્ટાઈલ જોઈને લાગે છે કે તે પોતાની પત્નીની જ નકલ કરી રહ્યો છે.

ફુલહાર દરમિયાન વરરાજાની હરકતથી દુલ્હન રહી ગઈ દંગ, જૂઓ વીડિયોમાં શું છે મામલો
groom touches brides feet during jaimala in a viral video(Image-Instagram)
| Edited By: | Updated on: Feb 22, 2022 | 3:55 PM

તમે પત્નીને પતિના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ વરને કન્યાના (Dulha Dulhan video) ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા જોયા છે. જો ના જોયું હોય તો અત્યારે જ જોઈ લો. લગ્નનો આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફુલહારનો છે. જેમાં વર, કન્યાને માળા પહેરાવ્યા બાદ તેના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતો જોવા મળે છે. જો કે આ વીડિયો જોયા પછી લોકો પોતાનું હાસ્ય (Funny video) રોકી શકતા નથી. કારણ કે જે રીતે વરરાજા આ બધું કરે છે, તે જોઈને લાગે છે કે તે ફક્ત તેની પત્નીની નકલ કરી રહ્યો છે.

વાયરલ થયેલો આ વીડિયો ફુલહાર દરમિયાન શૂટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વર-કન્યા એકબીજાને હાર પહેરાવી રહ્યાં છે. માળા પહેર્યા પછી કન્યા તેના ભાવિ પતિના ચરણ સ્પર્શ કરે છે અને તેમના આશીર્વાદ માંગે છે. પરંતુ તે પછી જે કંઈ થાય છે તે ખૂબ જ ચોંકાવનારું છે. વરરાજા પણ છોકરીને માળા પહેરાવ્યા પછી તેના પગને સ્પર્શ કરવાનું શરૂ કરે છે. આ જોઈને કન્યા સ્તબ્ધ થઈ જાય છે અને પીછેહઠ કરવા લાગે છે. સ્વાભાવિક છે કે કોઈપણ છોકરીને આ અજીબ લાગશે તો ચાલો પહેલા આ વીડિયો જોઈએ….

અહીં જૂઓ, વરરાજાએ માળા પહેરતાની સાથે જ કન્યાના પગને કર્યો સ્પર્શ

આ વીડિયો જોઈને લાગે છે કે છોકરાએ અજાણતા જ આ કર્યું છે. તેને લાગ્યું હશે કે આ પણ કોઈ વિધિ છે, જે તેણે પણ કરવાની છે. આ વીડિયો જોઈને લોકો હસી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિ તેને પોતાના એકાઉન્ટ પર શેયર કરી રહ્યા છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર sakhtlogg નામના એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે. ફની કેપ્શન આપતા યુઝરે લખ્યું કે, ‘જીવનમાં આટલું શુદ્ધ હોવું જોઈએ.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વરરાજાની હરકતો જોઈને લોકોમાં હાસ્ય જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: Viral: IASએ લગ્નમાં બચેલા ભોજનની તસ્વીર કરી શેર, લોકોએ કહ્યું આનાથી કેટલાય ભૂખ્યા ગરીબોનું પેટ ભરી શકાત

આ પણ વાંચો: Viral: દુલ્હા-દુલ્હનનો ‘શાવા શાવા’ ગીત પર અદ્ભુત ડાન્સ, જબરદસ્ત ડાન્સ મૂવ્સથી જીત્યા લોકોના દિલ

 

Published On - 3:53 pm, Tue, 22 February 22