ધોધમાર વરસાદમાં નીકળ્યો વરરાજાનો વરઘોડો, વાયરલ વીડિયો જોઈને લોકો હસી હસીને થયા લોટપોટ

હાલમાં એક વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. જેમાં વરઘોડામાં હાજર લોકો ધોધમાર વરસાદમાં ભીંજાતા દેખાય છે.

ધોધમાર વરસાદમાં નીકળ્યો વરરાજાનો વરઘોડો, વાયરલ વીડિયો જોઈને લોકો હસી હસીને થયા લોટપોટ
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 07, 2022 | 10:04 PM

Funny Video : લગ્ન એ દરેક વ્યક્તિના જીવનનો ખાસ અવસર હોય છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવાનો પ્રયાસ કરે છે. તેની પાછળ ઘણા લોકો લાખો અને કરોડો રુપિયા ખર્ચી કાઢતા હોય છે. પણ કેટલાક વિધ્નને કારણે ઘણા લગ્નમાં મુશ્કેલી આવી જાય છે. તેમાં પણ વરસાદની ઋતુમાં લગ્ન કરવા એ હિંમત અને જોખમ ભરેલુ પગલુ છે. હાલમાં એક વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. જેમાં વરઘોડામાં હાજર લોકો ધોધમાર વરસાદમાં ભીંજાતા દેખાય છે.

આ વાયરલ વીડિયોમાં એક રસ્તા પરથી વરઘોડો જતો દેખાય છે. પણ આ વરઘોડામાં લોકો નાચતા નથી, પણ વરસાદથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વરસાદના વિઘ્નને કારણે આ વરરાજાની જાન વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ હતી. આ વાયરલ વીડિયોમાં ઘોડી પર વરરાજા છત્રીની મદદથી બચતો દેખાય છે. જાનૈયા પણ વરસાદથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે.આ વીડિયો ક્યાંનો છે તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આઈપીએસ અધિકારી Rupin Sharma એ શેયર કર્યો છે. માત્ર 15 સેકન્ડના વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખરાબ નસીબ લઈને આવ્યો છે આ ભાઈ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, ભગવાનને પ્રાર્થના છે કે કોઈના લગ્ન પર આવો વરસાદ ન થવો જોઈએ. અન્ય એક યુઝરે લખ્યુ છે, રેઈનકોટ લઈને જ નીકળવુ જોઈએ ભાઈ.