
Funny Video : કેટલાક પ્રાણીઓ (Animals) ખૂબ જ સુંદર હોય છે, જેને જોઈને દિલ ખુશ થઈ જાય છે.ઈન્ટરનેટ પર અવારનવાર પ્રાણી સંબધિત વીડિયો (Animals Video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક પ્રાણીઓની હરકત જોઈને લોકો પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.જ્યારે કેટલાક પ્રાણીઓની મસ્તી જોઈને યુઝર્સ પણ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં બકરી(Goat) જે રીતે ગધેડાને પરેશાન કરે છે તે જોઈને તમને પણ હસવુ આવશે.
આ વીડિયોમાં એક નાનકડી બકરીને મસ્તી સુઝે છે અને તે કૂદીને ગધેડાની (Donkey) પીઠ પર ચડી જાય છે. તેને જોઈને એવુ લાગી રહ્યુ છે કે તે ગધેડાની પીઠ પર ઊભા રહીને કોઈ પરાક્રમ કરશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગધેડો ઘાસ ચરી રહ્યો છે અને તેની સાથે ઘણા બતક પણ જોવા મળી રહ્યા છે, આ દરમિયાન પાછળથી બકરી કુદીને ગધેડાની પીઠ પર ચડી જાય છે.આ અતરંગી બકરીની મસ્તી યુઝર્સને ખુબ પસંદ આવી રહી છે.
આ રમુજી વીડિયો ટ્વિટર પર @buitengebieden_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, બકરીઓની બકરી…તમને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.યુઝર્સને આ બકરીનો અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
આ વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, વીડિયો જોતા લાગે છે કે બકરી સ્ટંટ (Stunt) કરી રહી છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, વીડિયો ખુબ જ ક્યૂટ છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા(Comments) આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Viral Video: પિતા પુત્રીના આ સુંદર વીડિયો પર લોકોએ ખુબ વરસાવ્યો પ્રેમ, જુઓ આ ક્યુટ વીડિયો