શાકંભરી પ્રાગટ્ય દિને જાણો મા શાકંભરીની પ્રગટ ભૂમિનો મહિમા

|

Jan 28, 2021 | 2:09 PM

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં (SAHARANPUR) આવેલ 51 શક્તિપીઠમાં સ્થાન ધરાવતી માતા શાકંભરીની શક્તિપીઠમાં એકસાથે દેવીના ચાર સ્વરૂપોના દર્શન થઈ રહ્યા છે.

શાકંભરી પ્રાગટ્ય દિને જાણો મા શાકંભરીની પ્રગટ ભૂમિનો મહિમા
સહારનપુરના શાકંભરી

Follow us on

આદ્યશક્તિ જગદંબા સદૈવ તેમના ભક્તોના ઉદ્ધાર માટે તત્પર રહ્યા છે. જ્યારે જ્યારે તેમના સંતાનો પર મુસીબત આવી, ત્યારે ત્યારે દેવીએ ઉગ્ર રૂપ ધારણ કરી અસુરોનો સંહાર કર્યો છે. તો, ‘જગત કલ્યાણી’ બની ભક્તોના મનોરથોની પૂર્તિ કરી છે. જગતજનનીનું એક આવું જ કલ્યાણકારી રૂપ એટલે તેમનું શાકંભરી સ્વરૂપ. ત્યારે આવો, આજે આપણે જાણીએ 51 શક્તિપીઠમાં સ્થાન ધરાવતી દેવી શાકંભરીની શક્તિપીઠનો મહિમા.

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં (SAHARANPUR) આવેલું છે જસમોર ગામ. કે જ્યાં શાકંભરી શક્તિપીઠ વિદ્યમાન છે. લોકવાયકા અનુસાર શિવાલિક ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ આ સ્થાનમાં જ આદિશક્તિએ શાકંભરી સ્વરૂપ ધારણ કર્યું હતું.

પ્રચલિત કથા અનુસાર દુર્ગમ નામના અસુરે પરમપિતાને પ્રસન્ન કરી દેવતાઓથી અપરાજિત રહેવાનું વરદાન પ્રાપ્ત કરી લીધું. અને પછી ત્રણેયલોકમાં ત્રાસ વરતાવી દીધો. કહે છે દુર્ગમથી બચવા દેવતાઓ સહારનપુરના આ જ શિવાલિક ક્ષેત્ર માં આવીને છૂપાઈ ગયા. દેવતાઓની શક્તિ ક્ષિણ થવાથી વર્ષો સુધી ધરતી પર પાણીનું ટીપું પણ ન વરસ્યું, ત્યારે દેવતાઓએ અહીં જ ભગવતી જગદંબાને સૃષ્ટિના ઉદ્ધારની પ્રાર્થના કરી.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

દેવતાઓની પ્રાર્થનાને વશ થઈ દેવી જ્યારે પ્રગટ થયા, ત્યારે ભૂખ-તરસથી તડપતા જીવોને જોઈ ભગવતી વ્યથિત થઈ ગયા. દુઃખી દેવીના દેહ પર સો નેત્ર પ્રગટ થયા. આ સો નેત્રમાંથી અશ્રુધારાઓ વહી. દેવીના અશ્રુથી જ સમગ્ર સૃષ્ટિને જળની પ્રાપ્તિ થઈ ! સો નેત્રને લીધે દેવી ‘શતાક્ષી’ નામે પ્રસિદ્ધ થયા. ત્યારબાદ દેવી શતાક્ષીએ જ જીવોને ભોજન પૂરું પાડવા વિવિધ શાકભાજી પ્રગટ કર્યા. જેને લીધે દેવી ‘શાકંભરી’ના નામે પૂજીત બન્યા.

માન્યતા અનુસાર તે શતાક્ષી અને શાકંભરી રૂપ દેવીએ એ જ ક્ષેત્રમાં ધારણ કર્યું હતું કે જ્યાં આજે ‘શાકંભરી શક્તિપીઠ’ વિદ્યમાન છે. વાસ્તવમાં આ સ્થાન 51 શક્તિપીઠમાં પણ સ્થાન ધરાવે છે. કે જ્યાં દેવી સતીના ખંડિત વિગ્રહનું મસ્તક પડ્યું હોવાની લોકવાયકા છે, અને આજે આ ભૂમિ પર એક સુંદર મંદિર શોભાયમાન છે. ઉલ્લેખનિય છે કે દેવી શાકંભરી અહીં છિન્નમસ્તા અને મનસાના નામે પણ પૂજાય છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં મા શાકંભરીના દર્શને આવે છે. જ્યાં ગર્ભગૃહમાં તેમને થાય છે એકસાથે શક્તિના ચાર-ચાર સ્વરૂપોના દર્શન !

અહીં ગર્ભગૃહની મધ્યમાં શાકંભરી દેવી બિરાજમાન થયા છે. દેવી શાકંભરીને અહીં ભક્તો શાકુમ્ભરીનું સંબોધન કરે છે. તો, ગર્ભગૃહમાં જમણી તરફ દેવી શતાક્ષી વિદ્યમાન છે. જ્યારે ડાબી તરફ ભીમા દેવી અને ભ્રામરી દેવી ભક્તોને દર્શન આપી રહ્યા છે. તો, પાર્વતીનંદન ગણેશ પણ અહીં ભક્તો પર કૃપાની વૃષ્ટિ કરી રહ્યા છે.

અહીંના ગર્ભગૃહની દિવ્યતા શ્રદ્ધાળુઓને પરમ તૃપ્તિની અનુભૂતિ કરાવે છે. દેવી શાકંભરીના આશીર્વાદથી શ્રદ્ધાળુઓને શાક, ફળ, ધાન્ય, ધન અને અક્ષય ફળની પ્રાપ્તિની માન્યતા છે. અને એ જ કારણ છે કે વારંવાર દેવી શાકંભરીનું શરણું લેવા શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે.

 

આ પણ વાંચો Hanuman Chalisa: હનુમાન ચાલીસાનો પ્રભાવ બદલી દેશે તમારું જીવન

 

Next Article