Viral: પ્રેમી માટે પ્રેમિકાએ ખાસ અંદાજમાં ગાયુ ગીત, લોકોએ કહ્યું ‘ભગવાન પ્રેમીને આ ગીત સાંભળવાની શક્તિ દે’

હાલના દિવસોમાં પણ એક કપલનો આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ તમારા હાસ્યને કાબૂમાં નહીં રાખી શકો કારણ કે અહીં એક પ્રેમિકા તેના પ્રેમી માટે ગીત ગાઈ રહી છે અને આ દરમિયાન તે આવી પ્રતિક્રિયાઓ આપે છે.

Viral: પ્રેમી માટે પ્રેમિકાએ ખાસ અંદાજમાં ગાયુ ગીત, લોકોએ કહ્યું ભગવાન પ્રેમીને આ ગીત સાંભળવાની શક્તિ દે
Girl Who Sings for His Boyfriend
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Mar 15, 2022 | 7:46 AM

જો તમે ઈન્ટરનેટની દુનિયામાં એક્ટિવ રહેશો તો ફની વીડિયો (Funny Video)દરરોજ વાયરલ થતા રહે છે. આ વીડિયો જોયા પછી ઘણી વખત આપણો મૂડ એકદમ ફ્રેશ થઈ જાય છે અને મન સંપૂર્ણ રીતે ચાર્જ થઈ જાય છે, જ્યારે આવા ઘણા વીડિયો પણ સામે આવે છે, જેને જોયા પછી આપણે હસવાનું રોકી શકતા નથી. હાલના દિવસોમાં પણ એક કપલનો આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ તમારા હાસ્યને કાબૂમાં નહીં રાખી શકો કારણ કે અહીં એક પ્રેમિકા તેના પ્રેમી માટે ગીત ગાઈ રહી છે અને આ દરમિયાન તે આવી પ્રતિક્રિયાઓ આપે છે. જેને જોઈને તમે પણ હસી પડશો.

એવું કહેવાય છે કે દુનિયામાં પ્રેમથી વધુ સુંદર કંઈ હોઈ શકે નહીં. આ જ કારણ છે કે પ્રેમ વિશે એવી ઘણી વાર્તાઓ અને કહાનીઓ છે જે કોઈપણનું દિલ જીતી લે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એવા જીવનસાથીની શોધમાં હોય છે કે જેની સાથે તે આખી જીંદગી વિતાવી શકે, પરંતુ આજકાલ પ્રેમીઓ પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે ઘણી વખત આવું કંઈક કરતા હોય છે. જે તેમની મજાક ઉડાવે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતીએ મોબાઈલનો ફ્રન્ટ કેમેરો ઓન કર્યો અને તરત જ તેના પ્રેમી માટે ગીત ગાવાનું શરૂ કર્યું. તે રમુજી છે કે ગીતમાં સંગીતને બદલે તે પોતાની જાતે ગણગણે છે. આ દરમિયાન તે ઘણી લાઈનો ભૂલી જાય છે, પરંતુ આ સમયે પણ તેની રિધમ જોવા જેવી છે.

આ વીડિયોની સૌથી ખાસ વાત એ છે કે ફ્રેમની પાછળ મહિલાનું ગીત સાંભળીને કેટલાક લોકો ડાન્સ કરવા લાગે છે અને લગભગ એક મિનિટના આ વીડિયોમાં મહિલા ઘણી વખત આવી પ્રતિક્રિયાઓ આપે છે, જેને જોઈને તમે પણ હસવું રોકી નહીં શકો. આ ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને થોડા જ સમયમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ તેને પસંદ કર્યો છે. નેટીઝન્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

એક યૂઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, ‘ક્લિપમાં રહેલી મહિલાની પ્રતિક્રિયા જોવા જેવી હતી.’ જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું, ‘વીડિયોની પાછળ ડાન્સ કરી રહેલા લોકોએ મહેફિલ જમાવી છે, અન્ય એક યુઝરે લખ્યું, ‘હું આ ક્લિપ જોયા પછી હું મારા હાસ્યને કાબૂમાં રાખી શકતો નથી.

આ પણ વાંચો: Ahmedabad: પીરાણા ડમ્પિંગ સાઇટ મુદ્દે વિપક્ષે મેયરને ઘેર્યા, મ્યુનિસિપલ કમિશનર ઓફિસ છોડી ગયા

આ પણ વાંચો: હિજાબ વિવાદ: કર્ણાટક હાઈકોર્ટ આજે ચુકાદો સંભળાવશે, ઘણા જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ, શિમોગા-કલબુર્ગીમાં કલમ 144 લાગુ